________________
૬૨ 3 અપવિત્ર, દુર્ગધવાળી એવી વસ્તુઓના નિમિત્તે વ્યવહાર
મક્ષ માર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરે તે જ્ઞાનીનું નિર્વિચિકિત્સાપણું છે અને નિશ્ચયથી જ્ઞાની વસ્તુના ધર્મો
પ્રત્યે ગ્લાનિ ન કરે તેને નિર્વિચિકિત્સા ગુણ કહે છે. ૪ દેવ, ગુરુ, શાસ્ત્ર, લેકની પ્રવૃત્તિ અન્ય મતાદિના તત્વાર્થનું સ્વરૂપ ઈત્યાદિ વ્યવહાર મેક્ષ માર્ગમાં મૂઢતા ન રાખે યથાર્ય જાણી પ્રવર્તે તે જ્ઞાનીનું અમૂહદૃષ્ટિપણું છે અને નિશ્ચયથી જ્ઞાની સ્વરૂપમાં મૂઢ ન રહે,
સ્વરૂપને યથાર્થ જાણે તેને અમૂઢદષ્ટિ ગુણ કહે છે. ૫ ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તે તેને
ગૌણ કરે અને વ્યવહાર મેક્ષ માર્ગની પ્રવૃત્તિને વધારવી તે જ્ઞાનીનું ઉપગૃહન અથવા ઉપબૃહણપણું છે અને નિશ્ચયથી જ્ઞાની, આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે, આત્માની શક્તિ વધારે, અન્ય ધર્મોને ગૌણ કરે તેને ઉપગ્રહન ગુણ કહે છે. વ્યવહાર મેક્ષ માર્ગથી ચુત થતા આત્માને સ્થિર કરે તે જ્ઞાની સ્થિતિકરણ પણું છે અને નિશ્ચયથી પોતાના સ્વરૂપથી ચુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે તેને સ્થિતિકરણ ગુણ કહે છે. વ્યવહાર મેક્ષ માર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ જ્ઞાનીને હોય છે તે જ્ઞાનીનું વાત્સલ્યપણું છે અને નિશ્ચયથી જ્ઞાનીને પિતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે તેને વાત્સલ્ય ગુણ કહે છે.