________________
વ્યવહાર મોક્ષમાર્ગમાં અનેક ઉપાયે વડે ઉત કરે તે જ્ઞાનીનું પ્રભાવનાપણું છે અને નિશ્ચયથી આત્માના જ્ઞાન ગુણને પ્રકાશિત કરે (પ્રગટ કરે છે તેને પ્રભાવના ગુણ કહે છે.
અહીં સમ્યગ્દષ્ટિના આઠ અંગનું સ્વરૂપ વ્યવહાર તથા નિશ્ચયનયથી સંક્ષેપમાં બતાવવામાં આવ્યું છે. આ બધા ગુણે તેમના પ્રતિપક્ષી દેશો વડે જે કર્મ બંધ થતો હતો તેને થવા દેતા નથી. વળી આ ગુણેના સદ્ભાવમાં ચારિત્ર મોહનીયના ઉદયરૂપ શંકાદિ પ્રવર્તે તે પણ તેમની નિર્જરા જ થઈ જાય છે. ન બંધ થતું નથી કારણ કે બંધ તે પ્રધાનતાથી મિથ્યાત્વની હયાતીમાં જ કહ્યો છે. સમ્યગ્દર્શનના પ્રાદુર્ભાવમાં જેટલા ગુણે પ્રગટ (જ્ઞાનીને) થાય છે તે બધા નિર્જરાના જ કારણ જાણવા. શકાકાર:- હે ભગવંત ! સમ્યગ્દષ્ટિને બધા નિર્જરાના જ કારણ કહ્યા અને બંધ થતો નથી એમ જે આપે પૂર્વેત કહ્યું પણ સિદ્ધાંતમાં ગુણસ્થાની પરિપાટીમાં અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને બંધ કહેવામાં આવ્યા છે. વળી ઘાતિકર્મોનું કાર્ય આત્માના ગુણેનું ઘાત કરવાનું છે તેથી દર્શન, જ્ઞાન, ચારિત્ર સુખ વીર્યાદિ ગુણેને ઘાત પણ વિદ્યમાન છે. ચારિત્ર મેહનીયને ઉદય નવીન બંધ કરે છે. પણ જે મેહના ઉદયમાં બંધ ન માનવામાં આવે તે, મિથ્યાષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના ઉદયમાં પણ બંધ ન માનવો જોઈએ તેનું કેમ? ઉત્તર:- હે ભવ્ય! અનંત સંસારનું કારણું તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી જ છે. સંસાર વૃક્ષની જડ કપાયા પછી લીલા