________________
૬૦૧
સમ્યક્ત્વ વિનાશના પાંચ કારણેાઃ-જ્ઞાનનું અભિમાન, બુદ્ધિની હીનતા, નિર્દય વચનેાનું ભાષણ, ક્રોધી પરિણામ, અને પ્રમાદ એ પાંચ સમ્યક્ત્વના ઘાતક છે.
જ્ઞાનીના આઠે અંગેનું સ્વરૂપ निस्संका णिकूकखा णिव्विदिगिच्छा अमूढदिट्ठी य । उवगूहण ठिदियरणं वच्छल्ल पहावणा चेव ॥ ५३० ॥ અ:-નિ:શંકા, નિ:કાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢદૃષ્ટિ, ઉપગૃહન, સ્થિતિકરણુ, વાત્સલ્ય અને પ્રભાવના એ સમ્યક્ત્વના આઠ અંગ છે.
ભાવાથ:
જિન વચનમાં સંદેહ ન કરે, ભય આવે વ્યવહાર દર્શન, જ્ઞાન, ચારિત્રથી ડગે નહિ તે જ્ઞાનીનું નિઃશકિતપણું છે અને નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ આત્મા પેાતાના જ્ઞાન, શ્રદ્ધાનમાં નિ:શંક હાય, લયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહીં અથવા સ ંદેહયુકત થાય નહિ તેને નિ:શકિતગુણુ
કહે છે.
૨ સંસાર, દેહ, ભાગની વાંછાથી તથા પરમતની વાંછાથી વ્યવહાર માક્ષ માર્ગથી ડગે નહીં તે જ્ઞાનીનું નિષ્કાંક્ષિતપણ છે. અને નિશ્ચયથી જ્ઞાની કર્મના ફળની વાંછા ન કરે તથા અન્ય વસ્તુના ધર્મોનો વાંછા ન કરે તેને નિ:કાંક્ષિત ગુણુ કહે છે.