________________
૬૬
વીતરાગતા છે અને જેટલું પ્રવાહી છે તેટલી સરાગતા છે તેમાં કઈ દોષ પ્રત્યક્ષમાં પણ જણાતું નથી. મિશ્ર ભાવમાં સરાગતા અને વીતરાગતા પિછાન માત્ર સમ્યગ્દષ્ટિને જ હોય છે. તે સરાગ ભાવને હેયરૂપ અને વીતરાગભાવને ઉપાદેયરૂપ માને છે પણ મિથ્યાષ્ટિ સરાગ ભાવ (પ્રશસ્તરાગ) ને સંવરના ભ્રમથી ઉપાદેય માને છે તેથી એક પ્રશસ્ત રાગથી જ પુણ્યાસ માન અને સંવર પણ માનવે તે ભ્રમરૂપી મિથ્યા શ્રદ્ધાનને સ્કૂલ મિથ્યાત્વ કહેવાય છે. ૧ હિંસાદિ સાવધયોગના ત્યાગને ચારિત્ર માને છે. અને મહા
વ્રતાદિરૂપ શુભેપગને ઉપાદેય પણાથી ગ્રહણરૂપ માને છે. તત્વાર્થસૂત્રમાં મહાવ્રત, આણવ્રતને આસવ કહ્યાં છે તે તે ઉપાદેય કેવી રીતે હેય શકે ? આસવ તે બંધનું સાધક છે અને ચારિત્ર મોક્ષનું સાધક છે. મહાવ્રતાદિક થતાં જ વીતરાગચારિત્ર થાય છે એ સંબંધ હોવાથી મહાવ્રતા દિકને ઉપચારથી ચારિત્ર કહ્યું છે પણ નિશ્ચયે તે નિષ્કષાય ભાવજ ખરેખર ચારિત્ર છે. તેથી મહાવ્રતાદિક રૂપ આસવભાવને ચારિત્રપણું સંભવતું નથી તે તે ચારિત્ર મેહનીયના દેશઘાતિ સ્પષ્ક્રકેના ઉદયથી જે મહામંદ પ્રશસ્તરાગ થયો છે તે તે ચારિત્રને મળે છે તે મંદકષાયરૂપ મળમાં મહાવ્રતાદિ ચારિત્ર પાળે છે તેને ચારિત્ર કેમ કહેવાય ? નજ કહેવાય. સર્વ કષાય રહિત ઉદાસીન ભાવ છે તેનું નામ જ ચારિત્ર છે તેવું તે તેને જ્ઞાન નથી તેથી તે સભ્ય મિથ્યાત્વ છે એમ જાણવું.
|