________________
મિથ્યાષ્ટિ રહે છે. માટે આસવ તત્વનું પૂવક્ત પ્રકારે યથાર્થ સ્વરૂપ સમજી સાચું શ્રદ્ધાન કરવું જેથી આસવભાવ શેકાય છે.
બંધતત્વમાં ભૂલ જીવને અશુભભાવો વડે નરકાદિરૂપ પાપબંધ થાય છે અને શુભભાવે વડે દેવાધિરૂપ પુણ્યબંધ થાય છે તેમાં પાપ બંધથી મળતી સુખ સામગ્રીને બુરી જાણી દ્વેષ કરે છે અને પુણ્ય બંધથી મળતી સુખ સામગ્રીને સારી માની રાગ કરે છે તેથી તે જીવ વર્તમાન પર્યાયની સામગ્રીમાં સુખ દુઃખની માન્યતાથી જેમ રાગી
ષી થયે છે તેમ તે ભાવી પર્યાયની સામગ્રીમાં પણ સુખ દુ:ખની કલ્પનાથી રાગદ્વેષનો શ્રદ્ધાની થાય છે. વળી શુભાશુભ ભાવે વડે પુણ્ય પાપના રસ તે અઘાતિઆમાં પડે છે પણ અઘાતિયા કર્મો આત્મ ગુણના ઘાતક નથી. શુભાશુભ ભાવમાં ઘાતિકર્મોને બંધ નિરંતર પડે છે અને ઘાતિકર્મ આત્મગુણના ઘાતક છે માટે શુભ કે અશુભ કઈ પણ ભાવ આત્મગુણને ઘાતક હોવાથી આત્માને કલ્યાણકારી નથી તેમ શ્રદ્ધાનમાં લાવી અશુભથી બચવા શુભને હેય બુદ્ધિથી અપનાવી શુદ્ધ ભાવની જ ભાવના ભાવવી ચગ્ય છે અર્થાત્ શુદ્ધ ભાવજ માત્ર ઉપાદેય છે એવું શ્રદ્ધાન ન થતાં બંધ તત્વમાં મિથ્યા શ્રદ્ધાન રહી જાય છે માટે યથાર્થ શ્રદ્ધાન કરવું જેથી બંધ તત્વમાં ઉપાદેય બુદ્ધિને નાશ થતાં બંધ તત્વનું યથાર્થ શ્રદ્ધાન થાય.
સંવરતત્વમાં ભૂલ - શુભાશુભ ભાવેથી સત્તાવન પ્રકારે આસવ માનવામાં