________________
૬૧૭,
- ,
આસવતત્વમાં ભૂલ • શુભાશુભ અને ક્રિયા આસવબંધને કારણભૂત હેવાથી ઉપાદેય નથી એમ શ્રદ્ધાન કર્યા પછી અશુભ ભાવરૂપ પાપ ક્રિયાનો ત્યાગ કરી શુભ ભાવરૂપ પુણ્ય ક્રિયામાં પ્રશસ્ત રાગરૂપ પ્રવૃત્તિ કરવી પણ શ્રદ્ધાનમાં તો વીતરાગ થઈ જ્ઞાતા દૃષ્ટા રૂ૫ પ્રવૃત્તિ થશે ત્યારેજ નિબંધ થઈશ એવી ઉપાદેય બુદ્ધિ સદા રાખવી હવે જે શુભ ક્રિયામાં ઉપાદેય બુદ્ધિ શ્રદ્ધાનમાં રાખે અને તેને જ મેક્ષ માર્ગ જાણે તે મિથ્યાત્વ રહેતાં મિથ્યાદષ્ટિપણું રહ્યું અર્થાત બંધ તત્ત્વમાંજ ઉપાદેયપણું થતાં મિચ્છાદષ્ટિપણું રહ્યું. મિથ્યાત્વ, અવિરત, કષાય, અને વેગ એ આસવના ભેદ છે તેને બાહ્યરૂપથી જાણે પણ અંતરંગમાં એ ભાવોની જાતિને ન જાણે જેમકે – અન્ય દેવાદિકસેવનરૂપ ગ્રહીત મિથ્યાત્વને તે મિથ્યાત્વ જાણે પણ અંતરંગ અભિપ્રાયમાં મિથ્યાત્વ રાગાદિ ભાવરૂપ અગ્રહીત મિથ્યાત્વ છે તેને ન જાણે. બાહ્ય ત્રસ સ્થાવર જીવની હિંસા વા ઈન્દ્રિય મનના વિષયમાં પ્રવૃત્તિને અવિરતિ માને, પણ હિંસામાં પ્રમાદ પરિણતિ તથા વિષય સેવનમાં અભિલાષા મૂળ છે તેને ન જાણે બાહાકેદાદિ કરવો તેને કષાય જાણે પણ અભિપ્રાયમાં રાગદ્વેષ રહે તેને ન જાણે. તથા મન, વચન, કાયની બાહોચેષ્ટા થાય તેને યોગ જાણે પણ અંતરંગમાં પર્યાપ્તનામા, નામ કમના ઉદયથી થતો પેગ શક્તિને કંપનરૂપ છે. તેને ન જાણે જીવ બાાકિયા વા બાહ્ય નિમિત્ત મટાડવાના ઉપાય કરે પણ એ મટવાથી કાંઈ આસવ મટતા નથી. રાગદ્વેષ મેહરૂપ આસવભાવ મટતાં આસવ રેકાય છે તેને જેની ચિંતા નથી તે ચારે પ્રકારના અને સ્વામી