________________
* જીવ અને પુદગલની અનાદિકાળથી ચાલી આવતી બંધ પર્યાય છે તેની મુખ્યતથી જ્યારે તેમાં એકત્વને અનુભવ કરવામાં આવે છે ત્યારે તે જીવાદિ નવ પદાર્થ બાહ્યદષ્ટિથી ભૂતાર્થ છે. પણ જ્યારે શુદ્ધ જીવ દ્રવ્યના સ્વભાવની મુખ્યતાથી અનુભવ કરવામાં આવે ત્યારે તે અભૂતાર્થ-અસત્યાર્થ છે. શુદ્ધ નયની દષ્ટિથી તેને આત્માની સાથે કોઈ સંબંધ નથી, તેથી તે નવતમાં ભૂતાઈનયથી એક જીવ માત્રજ પ્રગટ થાય છે અર્થાત તે તેની પ્રતીતિમાં ભૂતાર્થનથી માત્ર શુદ્ધ જીવની યથાર્થ પ્રતીતિ થવાથી સમ્યકત્વ થાય છે.
શુભાશુભ પરિણામરૂપ પુણ્ય, પાપ, ભાવાસવ ભાવબંધ, ભાવસંવર, ભાવનિર્જરા અને ભાવમક્ષ તે માત્ર જીવના વિકાર છે અને પુણ્ય પાપ નામના શુભાશુભ પરમાણ, વ્યાસવ, દત્યબંધ, દ્રવ્યયંવર, દ્રવ્યનિર્જરા અને દ્રવ્યમક્ષ તે માત્ર અવરૂપ વિકાર હેતુ છે અર્થાત આ અવરૂપ હેતુ જીવન વિકારનું કારણ છે. જીવાદિ નવ પદાર્થને જીવ દ્રવ્યની પથાય કહેવામાં આવે છે તેમજ અજીવ દ્રવ્યની પણ કહેવામાં આવે છે. જીવ દ્રવ્યની પર્યાયની મુખ્યતાથી જોવામાં આવે તે પુણ્ય પાપાદિ પરિણામે જીવના જીવરૂપ સ્વપ્રત્યયજન્ય છે અને અજીવની કમરૂપ પર્યાયની મુખ્યતાથી જોવામાં આવે તે સંસારરૂપ પર્યાય અવસ્થા સત્યાર્થ છે-ભૂતાઈ છે અને શુદ્ધ જીવ, અને શુદ્ધ પુલના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તે નવ પદાર્થ અસત્યાર્થ છે-અભૂતાઈ છે. એ પ્રમાણે પર્યાય વપ્રત્યય અને પરપ્રત્યય પરિણાનરૂપ નવ પદાર્થોને યથાર્થ જ્ઞાનથી શુદ્ધાત્માની અનુભૂતિ થવાથી સમ્યકત્વ છે