________________
પણું મિથ્યાત્વ છે. માટે અનેકાંતરૂપ વસ્તુ સ્વરૂપને યથાવત્ વિધિરૂપ માનવું, પણ હઠાગ્રહી ન થવું તેજ મુમુક્ષુઓનું સમ્યકત્વ લક્ષણ છે.
નવ પદાર્થોનું સ્વરૂપ भूतार्थेनाभिगता जीवाजीवौ च पुण्यपापं च ।
आस्रवसंवरनिर्जरा बंधो मोक्षश्च सम्यकत्वम् ॥५२६॥ . અર્થ - ભૂતાર્થ નયથી જાણેલ, જીવ, અજીવ વળી પુણ્ય, પાપ, તથા આસવ, સંવર, નિર્જરા, બધ અને મેક્ષ એ નવા તરત સમ્યકત્વ છે. ભાવાર્થ- જીવ, અજીવ આ બને જુદા જુદા મુખ્ય સ્વતંત્ર તિત છે. જીવ તત્વમાં વિકારનું થયું તે વિરૂદ્ધ સવભાવવાળા પદ્રવ્યના સાગ વિના બની શકે નહીં, માટે વિકારનું કારણ એવું જે પુરાલ અજીવ તત્ત્વ છે તેના સાગથી જીવનું વિકારમય પરિણમન થઈ રહ્યું છે. જીવમાં અજીવનું પ્રવેશ થવું, તે આસવ તત્વ છે. પ્રવેશ થતાં બંનેની મિશ્ર અવસ્થાનું થવું, તે બંધ તત્વ છે તેનાથી દુઃખમય સંસારની ઉત્પત્તિ થાય છે. હવે એવા દુખથી છુટવાને ઉપાય છે તેનાથી વિરૂદ્ધ અબંધ કાર્ય હૈય, ત્યારે જ થઈ શકે; અથવા બંધનું કારણ આસવ છે, અને આસવ નિરોધ તે મુકિતનું પ્રથમ કારણ હોવાથી તેને સંવર તત્વ કહે છે, તેનાથી ભવિષ્ય બંધને નિરાધ થાય છે બધું મૂળથી છૂટવાનું નામ નિર્જરા તવ છે; આ તત્વના પ્રગથી જીવ અત્યંત શુદ્ધ થઈ જાય છે તેને મોક્ષ તત્વ કરે છે. તેજ