________________
ad
મૂઢતા એ ત્રણ મૂઢતા સમ્યકત્વને આચ્છાદન કરવાવાળી મલિન છે તેનું વિશેષ વર્ણન રત્નકરડ શ્રાવકાચારથી જાણવું. સકત્વના પાંચ અતિચારનું સ્વરૂપ
संदेहादिमहादोषैर्दर्शनं तन्मलीमसम् । स्वसाध्यं साधयेनैव यथा नौर्विवरैर्युता ॥ ५१६ ॥
અઃ- જે સમ્યગ્દર્શન શ ંકા, કાંક્ષા આદિ મહાદોષોથી મિત્રન છે. તે સમ્યગ્દર્શન પેાતાની ઇષ્ટસિદ્ધિને (સ્વરુપ પ્રાપ્તિને) કદી પણ “સિદ્ધ કરી શકતુ નથી. ભલા ! જે નાવમાં (હાડકામાં) ઘણા છિદ્રો થઈ ગયા હોય તે શું કદી પાર પહાંચાડી શકે ? નજ પહાંચાડી શકે.
ભાવા:- શંકા, કાંક્ષા, વિચિકિત્સા અન્યધર્મ પ્રશંસા અને અન્યધર્મ ની સ્તુતિ એ પાંચ સમ્યગ્દર્શનના અતિચારો છે. જે પ્રમાણે અનેક છિદ્રોથી જર્જરિત થએલ હાડી કદી પાર થતી નથી તે પ્રમાણે પૂર્વાકત જણાવેલ દાષાથી મલિન થએલ સમ્યક્ત્વ કદી પણ મેાક્ષનગરીમાં પહાંચાડતું નથી તેથી સમ્યગ્દષ્ટિએ એવા દાષાથી વારંવાર વિચારણા પૂર્વક બચવું જોઈએ અને શ્રદ્ધાનને દૃઢ કરવા તત્ત્વવિચાર કરવા આવશ્યક છે. અર્થાત્ સમ્યગ્દષ્ટિ સંશય, વિષય અને અનધ્યવસાય રહિત તત્ત્વાનું જાણપણું પ્રમાણાદ્ધિથી કરવું જોઈએ એજ સમ્યગ્દર્શનની ભાવના છે.
भयाशास्नेहलोभाच कुदेवागमलिंगनाम् ।
प्रणामं विनयं चैव न कुर्यः शुद्धद्दष्टयः ॥ ५१७॥ :