________________
તે ક્રિયા કરનારને જડવાદી કહે છે. ત્રેતાદિ કરવા તેને બંધનમાં પડવું કહે છે. શુદ્ધ આહાર પાનાદિકને માત્ર આપત્તિ બતાવે છે. અથવા આત્મા ખાતાજ નથી તે પછી શુદ્ધાશુદ્ધને પ્રશ્ન જ કયાં રહ્યો તેમ કહે છે. અન્ય શાસ્ત્રાદિકનાં અભ્યાસને નિરર્થક બતાવે છે. અર્થાત્ જૈનશાસ્ત્રના ચારે અનુગ આત્માને કાર્યકારી હોવા છતાં એકાદ અનુગને તેમજ કેઈ એક આચાર્યના શાસને અભ્યાસ કરો માને છે. વળી કેવલ આત્મ જ્ઞાનથી જ મેક્ષ માને છે. પૂજા દાનાદિરૂપ શુભેપગથી કષાય મંદ થાય છે તેને તો પુણ્યાશ્રય કહી હેય માને છે. ત્યારે મંદ કષાયના સાધન વિના શુદ્ધોપાગ કેવી રીતે થઇ શકશે ? એટલે અશુલે પગ રૂપ વિષય કષાયમાં રહેલા જેને કડવી વસ્તુ જે રેગ નાશક છે તેને નિષેધ કરી હલાહલ ઝેર ખવડાવે છે. અર્થાત જીવને ધર્મ–અર્થ-કામ-મેક્ષરૂપ પુરુષાર્થથી રહિત આળસુ નિરુદ્યમી બનાવે છે.
અન્ય ધર્માત્માની નિંદા કરી તેઓને મિથ્યાષ્ટિ કહે છે અને પિતાની સ્વછંદી ક્રિયાને ધર્મરૂપ માને છે. તેનાથી તે રાગદ્વેષની વૃદ્ધિ થતી સહજ જણાય છે છતાં પિતાને મોક્ષમાર્ગી માને છે તે કેવું આશ્ચર્ય ? પૂજા ભક્તિ આદિ તે રાગ છે અને રાગ તે બંધ છે એમ કહી પાપાનુરાગથી છોડાવી પુણ્યાનુરાગમાં જોડાવવા જીવોને ઉપદેશ પણું આપતા નથી. અનશનાદિ પ્રત્યે દ્વેષ રાખી તેને કલેશ ઠરાવે છે. જેના શ્રદ્ધાનમાં તપ કલેશરૂપ છે તે તપને ઉદ્યમ કેમ કરે? નજ કરે. તે તપ વિના ઉપશમાદિ ભાવ કેમ થાય? અર્થાત રાગાદિ કેમ ઘટે? ઉપશમાદિભાવ વિના સમ્યકત્વ કેમ થાય? અને સમ્યકત્વ વિના મિથ્યાષ્ટિપણું રહ્યું તેથી તે મિથ્યા પ્રરૂપણ કરે છે.