________________
છે. તેનું અસાધારણ લક્ષણ (ગુણ) સ્થિતિ હેતુત્વ છે. તે પોતે પિતાની સ્થિતિ કરે અને જીવ પુલ જ્યારે સ્થિતિ કરે ત્યારે તે ઉદાસીન સહાયક તેઓને થાય છે. તે ગતિ કરતું નથી તેનું મૂલ કારણ તો તેમાં તે નામને ગુણ નથી. બીજું પ્રત્યેક પદાર્થોના અસાધારણ ગુણેથી જ દ્રવ્યને ભિન્ન કરી શકાય છે. અને કદાચ એમ માનો કે ગતિ કરે, તો ધર્માસ્તિકાયની સહાય વિના કેવી રીતે ગતિ કરે? કારણ કે જેવડું ધર્માસ્તિકાય છે તેવડુંજ અધર્માસ્તિકાય છે. બન્નેના માપ સમાન છે તેથી બહાર ગતિ કરી શકતું નથી તે પ્રકારે પણું સિદ્ધિ કરી શકાય છે.
ત્રીજુ - આકાશ દ્રવ્ય છે. તે એક અખંડ અનંતાનંત પ્રદેશ શુદ્ધ અમૂર્ત જડ દ્રવ્ય છે. તેનું મા૫ અમર્યાદિત છે તેને અસાધારણ ગુણ અવગાહન હેતુત્વ છે. તેમાં જ્યાં સુધી પાંચ દ્રવ્ય રહ્યાં છે તેને કાકાશ એવી સંજ્ઞા આપવામાં આવી છે.
કાકાશ કઈ ભિન્ન દ્રવ્ય નથી. તેમજ આકાશને પૃથક (જુદા) ટુકડે પણ નથી તે માત્ર આકાશને એક ભાગ છે. તેનું માપ (૩૪૩) ઘનરાજુ છે. તેની બહાર કે અન્ય પદાર્થોને વાસ નથી માત્ર એક આકાશ અમર્યાદિત છે. કેઈ નું એવું કહેવું છે કે કાકાશ આકાશના મધ્યભાગમાં આવેલ છે તે વાત પણ ગ્ય નથી. કેઈ અમર્યાદિત પદાર્થની મર્યાદા કરવામાં આવે તો અમર્યાદાને નાશ થાય. કેવલીના જ્ઞાનમાં પણ અમર્યાદિત છે તે પછી લેકાકાશ મધ્યમાં છે કેમ કહી શકાય? જેનું માપ છે તેને મર્યાદિત કહેવાય અને જેની મર્યાદા છે તેમાં મધ્યમપણું મહી શકાય પણ અમર્યા દિતનું માપજ નથી તે પછી. મધ્યમાં કહેવું યુક્તિ સંગત નથી. વળી