________________
પદાથે
દિયા નથી કે તે ક્રિયા કે
થતો નથી તેમજ સતને કદી નાશ થતો નથી તેજ દ્રવ્યની સિદ્ધિ છે. તેઓની અર્થ ક્રિયા પણ સ્વયં થયા કરે છે. કે ઈ પણ સત પદાર્થ અર્થ ક્રિયા વિનાનું હોઈ શકે નહિ; જે પદાર્થ છે અને તેની અર્થ કિયા નથી તે પદાર્થની સિદ્ધિ થઈ શક્તી નથી અને ક્રિયા છે પણ પદાર્થ નથી તે ક્રિયા કોના આધારે રહી માટે આધાર આધેયની સિદ્ધિ થઈ.
તેની સંખ્યા, તેનું અસાધારણ લક્ષણ, માપ (લાંબુ ચવડું, પહોળુ) આદિ હોય છે. તે હીસાબે ધર્માસ્તિકાય એક અખંડ અસંખ્યાત પ્રદેશી, શુદ્ધ, અમૂર્ત જડ દ્રવ્ય છે તેનું માપ (૩૪૩) ઘનરાજુ છે. તેનું અસાધારણ લક્ષણ ગુણ ગતિ હેતુત્વ છે. તેમાં સાધારણ અસાધારણ અનંત શક્તિ હોય છે. પ્રત્યેક શકિતનું સ્વયં પરિણમન થયા કરે છે. અર્થાત પિતાના દ્રવ્ય ગુણ પયામાં વ્યાપ્ય વ્યાપક ભાવે પરિણુમિ રહ્યા છે. તે પિતે ગતિ કરતું નથી પણ ગતિ કરનાર એવા જીવ પુદ્ગલ દ્રવ્યને ગમન કરવામાં ઉદાસીન સહાયક છે. તેને જ્યાં સુધી વિસ્તાર છે ત્યાં જ સુધીજ જીવ પુદ્ગલો ગમન કરી શકે છે તેના અભાવ માં જીવ પુલો આગળ ગમન કરી શક્તા નથી. જીવની શકિત તે અમર્યાદિત હોય છે પણ નિમિત્તના અભાવમાં આગળ ગમન થતું નથી (જુઓ નિયમસાર ગાથા ૧૮૪ પંચાસ્તિકાય ગાથા ૮૭ તત્વાર્થસાર અ. ૮ ગાથા ૪૪ લબ્ધિસાર ગાથા ૬૪૫ પરમાત્મ પ્રકાશ અ. ૨ ગાથા ૧૯ આદિ ઘણુ પ્રમાણે છે) બીજા - અધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે તે એક અખંડ અસંખ્યાત પ્રદેશી શુદ્ધ અમૂર્ત જડ (૩૪૩) ઘનરાજુ માપનું