________________
દેવાદિકની પ્રતીતિ સાથે જ સમ્યકત્વ થઈ જાય છે વળી કોઈ ને વ્રતતપાદિ પછી સમ્યકત્વ થાય છે. પરંતુ તત્ત્વવિચરિ પૂર્વક દેવદિકની પ્રતીતિ તે નિયમ જ છે એ વિના સમ્યકત્વ થવાને નિયમ નથી.
સમ્યકત્વ તે સ્વ–પરનું શ્રદ્ધાન થતાં થાય છે અને સ્વ–પરનું જ્ઞાન નિજ તત્વની પ્રતીતિ પૂર્વક તત્ત્વ વિચારણાથી થાય છે. અંતરંગ સમય સંબંધી સૂક્ષમ દશાનું જ્ઞાન છઘસ્થને હોતું નથી તેથી તેઓ પોતાની મિથ્યા વા સમ્યક શ્રદ્ધાનરૂપ અવસ્થાની તારતમ્યતાને નિશ્ચયથી જાણી શકતા નથી પણ તે કેવળજ્ઞાનમાં ઝળકે છે. (ભાસે છે) સમ્યકત્વને ઘાતવાવાળું મૂળ કારણ તે મિથ્યાત્વ કર્મ છે અને તેનાં ઉદયનું મૂખ્ય કાર્ય તે સમ્યક શ્રદ્ધાન ન કરવા દેવું તેજ છે અને તેના અનુદયમાં અન્ય કારણે મળો વા ન મળે પણ સમ્યકત્વ થઈ જાય છે. અહીં કહેવાનું મૂખ્ય પ્રયોજન તે એ છે કે અરિહંતાદિક વા સાચા દેવાદિકની પ્રતીતિ વિના પિતાના જીવ તત્વની પ્રતીતિ થઇ શકે નહી અને પોતાના તત્વની પ્રતીતિ વિનાને તત્વવિચારથી લાભ થાય નહી તેવા જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહે છે. સારાંશ એ છે કે પ્રથમ સાચા દેવાદિકની પ્રતીતિ કરી પછી તત્ત્વ વિચારમાં ઉપયોગને લગાવે તેમાં સ્વના કથનને પિતાનુંજ રૂપ અને પરના કથનને પરનું સ્વરૂપ ભિન્ન જાણે એમ થતાં દર્શનમોહનીય કર્મને નાશ થાય છે ત્યારે જે વિપરીતભિરહિતનું શ્રદ્ધાન ઝલકે છે તે નિશ્ચય સમ્યત્વ આત્મસ્વરૂપ છે. અને તેની ઉત્પત્તિના નિમિત્તભૂત એવા દેવાદિકનું