________________
સ્વદ્રવ્યરૂપ નિશ્ચયનયાત્મક અભેદ સાધ્ય સાધન ભાવને જાગતા જ નથી તેથી તેઓ એકલા વ્યવહારથી જ ખેદ ખિન્ન છે. તેઓ વારંવાર પરદ્રવ્યસ્વરૂ૫, ધર્માદિ પદાર્થોમાં શ્રદ્ધાનાદિક અનેક પ્રકારની બુદ્ધિ કરે છે. તેઓ દર્શન મેહના ઉદયથી વ્યવહાર ધર્મરૂપ રાગના અંશથી કે ઈ વેળા બાહ્ય તપ વ્રતાદિમાં, કઈ કાળમાં દયા, દાનાદિમાં, કેઈ કાળમાં પૂજા પાઠાદિમાં કઈ કાળમાં યતિઓના દ્રવ્યલિંગમાં, કેઈકાળમાં ભકિત અર્થે ઘણા આરંભમાં, કઈ કાળમાં ઉપદેશ ત્યાગાદિના કર્તા ભાવોમાં, પાંચ પ્રકારના સ્થલ પાપની નિવૃત્તિમાં અને પુણ્યક્રિયામાં રુચિ પૂર્વક પ્રવૃત્ત છે તેઓ સદા કર્મકાંડમાંજ પિતાની સર્વ શકિતપૂર્વક પ્રવૃત્ત છે. એમ સંપૂર્ણ ક્રિયાકાંડના આડબથી ગર્ભિત એવા છે જ્ઞાન દર્શન ચારિત્ર ગતિ જ્ઞાનચેતનાને કંઈ પણ કાળમાં પામતા નથી. તેઓ માત્ર ઘણા પુણ્યાચરણના ભારથી ગર્ભિત ચિત્તવૃત્તિને ધારણ કરી રહ્યા છે, એવા જે કેવળ માત્ર વ્યવહારાવલંબી મિથ્યાષ્ટિ છે સ્વર્ગ લેકાદિક કલેશ પ્રાપ્તિની પરંપરાને અનુભવ કરતા થકા પોતાની શુદ્ધ પરમકળાનાં અભાવથી દીર્ઘકાળ સુધી માત્ર સંસાર પરિભ્રમણ કરતા રહેશે. પૂર્વોક્ત પ્રકારે શ્રી સમયસાર કળશ ૧૧૧ માં શ્રી અમૃતચંદ્રાચાર્યું પણ કહ્યું છે ત્યાથી વિશેષ જાણવું. વિશેષાર્થ- જ્ઞાનસ્વરૂપી આત્માને નહીં જાણતા એવા વ્યવહાર ભાસી મિથ્યાષ્ટિ ગુરુઓ માત્ર એકાંત વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રમાં મૂઢ થઈ એવા પ્રકારને ઉપદેશ આપે છે કે, તત્વવિચાર થી શું છે? જાણવાથી શું છે? માનવાથી શું છે? પણ કંઈ