________________
કરીશું તે ફલ પામીશું એમ મનાવી વ્રતતપાદિ, પૂજાપાઠાદિ. ક્રિયાકાંડમાંજ ઉદ્યમી રહે છે. પણ તત્ત્વજ્ઞાન કે જે સમ્યકત્વનું મૂળ કારણ છે તેને ઉપાય કરવાનું કહેતા નથી. મોટી મેટી. પ્રતિજ્ઞા કરાવે પણ પ્રતિજ્ઞા ભંગ કરવાનું મહાન પાપ થાય તેનું તે જરાય જ્ઞાન નથી તપની મુખ્યતા કરી આર્તધ્યાનાદિ કરી ઉપવાસાદિ કરે, વા તપસી માની નિ:શંક કોધાદિ કરે. કોઈ દાનની મુખ્યતા કરી ઘણું પાપ કરીને પણ ધન ઉપજાવી દાન કરે, વા પાપાચાર કરી બીજાને લાલચ આપી તપસ્યા કરાવી પોતાને ધર્માત્મા મનાવે અને લેભથી તપસ્યા કરનારને તપસ્વી કહેવડાવે એ બધુ એકાંત અજ્ઞાનનું ફળ સંસારજ છે.
ગુણસ્થાન, માગંણસ્થાન, ત્રિકાદિક તત્ત્વ વિચારને વિકલ્પ કરાવે છે. પૂજાદિ આરંભ સમારંભ કાર્યોમાં વા ક્રિયાકાન્ડમાંજ મક્ષ મનાવે છે તેઓ એકાંતે સંસારને જ સાધી રહ્યા છે તેથી તેઓ સંસારમાં ડુબેલા છે.
નિશ્ચયભાસી મિથ્યાદષ્ટિ ઉપદેશક ગુરુનું સ્વરૂપ
चरणकरणप्रधानाः स्वसमयपरमार्थमुकव्यापाराः। चरणकरणस्य सारं, निश्चयशुद्धं न जानन्ति ॥५२१॥ અર્થ:- જે જીવ કેવલ નિશ્ચય નયને જ અવલંબી છે તે વ્યવહારરૂપ સ્વસમય મયી ક્રિયા કર્મકાંડને આડંબર જાણ વ્રતાદિકમાં વિરાગી થઈ રહે છે. અર્થાત ગ્રતાદિકને નિરર્થક એકાંત માની અદ્ધઉમીલિત લોચનથી ઉર્વ મુખી થઈ સ્વછંદ વૃત્તિને ધારણ કરે છે.