________________
પરિણામ છે તે અનિમિત્તક થતું નથી તેથી તે તેનું કાર્ય છે અને સંસારની પરંપરા તેના નિમિત્તથી ચાલી રહી છે તેથી તે કારણ છે આ ઉપચારનું કથન છે.
કષાય અને કર્મને પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. પણ જીવ અને કર્મને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી કારણ કે જીવને કર્મનું નિમિત્ત માની લેવામાં આવે તે કર્મ બંધ સદા થયા કરે પણ કઈ સંસારી જીવને કર્મ બંધ થાય છે અને કઈ સંસારી જીવને કર્મબંધ થતું નથી. અર્થાત્ જે સંસારી જીવ સકષાય છે તેને કર્મ બંધ થાય છે અને જે સંસારી જીવ નિષ્કષાયી છે તેને કર્મ બંધ થતું નથી. તેથી એમ નકકી થયું કે રાગ દ્વેષ મોહરૂપ જીવન (ભાવમેહ) પરિણમજ બંધનું કારણ છે. તેને નાશ (અનાદિસંતાન) સમ્યગ્દર્શન થયા પછી જ શરૂ થાય છે.
વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ ઉપદેશક ગુરુનું સ્વરૂપ, येतु केवलव्यवहारावलम्बिनम्ते खलुभिन्नमाधन भावाअवलोकनेनाऽनवरतं नितरां खिद्यमाना ॥५२०॥ અર્થ-જે જીવ કેવલ માત્ર વ્યવહારનયને જ અવલંબન કરે છે તે જીવેને પરદ્રવ્યરૂપ ભિન્ન સાધ્ય સાધનભાવની દૃષ્ટિ છે અર્થાત્ સ્વદ્રવ્યરૂપ નિશ્ચયનયાત્મક અભેદ સાધ્ય સાધન ભાવ નથી તેથી તેઓ નિરંતર એકલા વ્યવહારથી ખેદખિન્ન છે. - ભાવાર્થ- જે જીવ કેવલ માત્ર વ્યવહારનયનું અવલંબન કરે છે તે જીને પરદ્રવ્યરૂપ સાધ્ય સાધન ભાવની જ દૃષ્ટિ છે પણ