________________
કહે છે, તે વેદના થયા પહેલાં અથવા આવ્યા પહેલા ચિત્તમાં તેનાથી (રેગથી) ભયભીત રહેવું તેને વેદના ભય કહે. છે. તે વેદના ભયનો સ્વામી નિયમથી મિથ્યાદર્શનને કારણે મિથ્યાષ્ટિ હોય છે. જ્યારે જ્ઞાનીને માત્ર એક પિતાના જ્ઞાન સ્વરૂપ આત્માને ભેગવટે છે. પુરાલથી થયેલ વેદનાને વેદનાજ જાણતા નથી કારણ પુદ્ગલથી થતી વેદના તે શરીરને થાય છે. મારા અમૂર્ત આત્માને એક પણ વ્યાધિ થઈ શકતી નથી. ઈન્દ્રિયેના વિષયજ, વ્યાધિનું મુખ્ય સ્થાન છે કારણ કે તે બાધાઓનું સ્થાન છે. અર્થાત આત્માને દુઃખ દેવાવાળા રેગ ઈન્દ્રિયેના વિષયેજ છે. જ્ઞાનીને વર્તમાનમાં પ્રાપ્ત થયેલ સ્પર્શનાદિ ઈન્દ્રિયના વિષયમાં અથવા આગામી મળવાવાળા વિષય ભેગ પ્રત્યે આદર નથી તેથી ખરેખર જ્ઞાનીને વેદના ભય નથી પણ નિહર છે. મારી કેણુ રક્ષા કરશે? હું કેના શરણમાં જાઉં મારી રક્ષા કરવાવાળા કેઈ મને દેખાતો નથી. હાય હાય હવે હું શું કરૂં મને કોઈ બચાવો બચાવ આવે અજ્ઞાની આકંદ કરે છે તેથી તેને અરક્ષાને ભય સદા રહે છે. જ્યારે જ્ઞાની જાણે છે કે મારી સત્તા સ્વરૂપ વસ્તુને કદી નાશ થતું નથી. જ્ઞાન પણ પોતે સત્તા સ્વરૂપ વસ્તુ છે. વળી તે એવું નથી કે બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તે રહે નહિ તે નષ્ટ થઈ જાય, એવું જ્ઞાની કદી પણ માનતું નથી તેથી તેને અત્રાણને ભય નથી કારણ કે પર્યાયને નાશ થવો તે તે તેને ધર્મ છે. મારી સત્તાને નાશ થતું નથી તેથી જ્ઞાની નિડર છે.