________________
(૫) મારૂં ધન કેવી રીતે બચી શકે, કારણ ચાર આદિ ચોરી
ન કરી જાય એમ દર્શન મેહનીયના ઉદયથી મિથ્યાદષ્ટિ સદા ભયભીત રહે છે. જ્યારે સમ્યગ્દષ્ટિ જાણે છે કે વસ્તુના નિજ સ્વરૂપમાં અન્ય કઈ પ્રવેશ કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમગુપ્તિ છે આત્માનું ધન જ્ઞાન છે તેને કોઈ મારા આત્મ સ્વરૂપમાં પ્રવેશ કરી ચેરી કરી શકે એમ નથી કારણ મારો આત્મા અભેદ્ય કિલ્લો છે અને જ્ઞાન મારા આત્મામાં ગુપ્ત છે તેથી જ્ઞાનીને અગુપ્તિને ભય નથી. મિથ્યાષ્ટિ ઈન્દ્રિયાદિ દશ પ્રાણેના નાશથી પિતાને નાશ માને છે તે સદા મૃત્યુથી ભયભીત રહ્યા કરે છે કે હાય કદાચ મારૂં મૃત્યુ ન થઈ જાય અથવા હું સદા જીવતે રહું મારું મૃત્યુ કદી પણ ન થાય; નહિ તે આ સંસાર સુખ છુટી જશે એવા મૃત્યુ ભયથી અજ્ઞાની સદા ભયભીત રહે છે. જ્યારે જ્ઞાની આત્મા પરમાર્થ ઈન્દ્રિયાદિ દશપ્રાણના નાશથા પિતાનું મૃત્યુ માનતા નથી. મારે તે એક ચેતના (જ્ઞાન) પ્રાણ છે તે તે અવિનાશી છે તેને નાશ થત નથી આત્માને મરણ નથી એમ જ્ઞાની જાણતા હોવાથી
મૃત્યુથી ડરતા નથી પણ નિર્ભય છે. (૭) અજ્ઞાનીને સદા અકસ્માતનો ભય રહ્યા કરે છે કદાચ વિજલી
પડશે તે, અચાનક મકાન પડી જશે તે, પાણીમાં ડુબી
જઈશ તે, રેલ, જહાજ વહાણ, મટર, ગાડી આગ આદિમાં '. સદા ભયભીત રહે છે તેને આકસ્મિક ભય કહે છે. જ્યારે