________________
૬૦૯
ભાવાર્થ(૧) આ ભવમાં જીવન પર્યત અનુકૂળ સામગ્રી રહેશે કે નહીં?
એવી ચિંતા રહે તે આ લેકનો ભય છે અર્થાત અજ્ઞાની . જીવ કર્મના ઉદયવશ સર્વથા અનિત્ય શરીરાદિ પદાર્થો માં
બુદ્ધિ રાખી ભ્રમથી ભયગ્રસ્ત રહે છે તેથી તેને આ લેકને ભય સદા રહે છે. અને જ્ઞાની પુરુષ જાણે છે કે આ ચૈતન્યજ મારો એક, નિત્ય લેક સર્વ કાળે પ્રગટ છે એ સિવાય અન્ય કોઈ મારે લેક નથી. આ મારો ચૈતન્ય સ્વરૂપ લેક કેઈનો બગાડ બગડતો નથી. આવું જાણી જ્ઞાનીને આ
લેકને કિંચિત માત્ર ભય નથી અથાત્ નિર્ભય છે. (૨) મિથ્યાષ્ટિ પોતાના આત્માને જાણતા નથી કારણ કે તેનું
એક મિથ્યાત્વ જ ક્ષેત્ર છે તેથી તે મૂર્ખ, કર્મ, કર્મફલસ્વરૂપજ પોતાને માને છે. જે માટે સ્વર્ગમાં જન્મ થયો. તે સારૂં પણ જે નરક પશુ ગતિ આદિમાં જઈશ તે હું ઘણું જ દુઃખ પામીશ તે ભયથી સદાકાળ વ્યાકુળ રહે છે. અથવા ચિત્તમાં સદાકાળ ભયભીત રહ્યા કરે છે તેનું નામ પારલૌકિક ભય છે. જ્યારે જ્ઞાની આત્મા સદા નિર્ભય રહે છે. કારણ કે તેનું આત્મતત્ત્વ દર્શનમોહનીયના ઉદયથી રહિત હોવાથી નિર્ભય સ્થાન થઈ ગયું છે અથવા પિતાના આત્માને સદા અવિનશ્વર માનતો જ્યોતિમય આત્મ
સ્વભાવમાં ભય શાનો? (૩) શરીરમાં વાત, પિત્ત, કફ એ ત્રણે મલના કેપથી
થવાવાળી જે બાધા અથવા સુખ દુઃખનું ભેગવું તેને વેદના