________________
૪૫
આમાં એટલું બીજું વિશેષ જાણવું કે સમ્યકત્વની અપેક્ષાએ જયાં સુધી મિથ્યાત્વ ભાવને સભાવ છે. ત્યાં સુધી ઉપયોગને અશુભેપગ કહેવામાં આવે છે કેમકે તે પરંપરા પણ મેક્ષનું કારણ નથી, કિંતુ જયારે લેશ્યાઓની અપેક્ષાએ વિચાર કરવામાં આવે ત્યારે કૃષ્ણ, નીલ, કાપિત એ ત્રણ અશુભ લેશ્યાની સાથે ઉપયોગને અશુભ પગ તથા પીત પદ્મ શુકલ એ ત્રણ શુભ લેસ્થાઓની સાથે ઉપગને શુભેપગ કહે છે આ અપેક્ષાએ દેખવાથી જ્યારે છ એ વેશ્યાઓ સંજ્ઞી પંચેન્દ્રિય મિથ્યાષ્ટિ જીવને પણ હોય છે ત્યારે અશુપગ અને શુભેપયોગ બને ઉપગ મિથ્યાષ્ટિઓને પણ હોય છે. એથી જ્યારે શુભ લેશ્યા સહિત શુભપગ હોય છે ત્યારે મિથ્યાષ્ટિ જીવ ગમે તે દ્રવ્યલિંગી શ્રાવક હોય અથવા દ્રવ્યલિંગી મુનિ હોય, તે પણ પુણ્ય કર્મ બાંધે છે. પરંતુ તે પુણ્યને નિરતિશય પુણ્ય (જે પુણ્યના ઉદયથી એવું સુખ પ્રાપ્ત થાય કે જેનો અંત દુઃખ રૂપ જ હોય તેને નિરતિશય પુણ્ય કહે છે) અથવા પાપાનુબંધી પુણ્ય કહે છે કેમકે તે પુણ્યના ઉદયથી ઈન્દ્રાદિ મહા. પદવીના ધારક નથી થતા તથા પુણ્ય ભેગવતાં ભેગવતાં બુદ્ધિ પાપમાં ઝુકી જાય છે જેથી ફરી નરક નિગેદમાં ચાલ્યા જાય છે, એટલા માટે મિથ્યાત્વને શુભપગ અથવા એનું ફળ એ. બને અનુમોદન કરવા લાયક નથી.
देवेन्द्रचक्रमहिमानममेयमानं । राजेन्द्रचक्रमवनीद्वशिरोऽर्चनीयं ।