________________
સમજવામાં આવે તે એકાંતના વાંધાઓ મટી શકે છે માટે ગુરુ. સમાગમ કરવા ગ્ય છે.
પાંચ લબ્ધિઓનું સ્વરૂપ. क्षयोपशमविशुद्धी देशनामायोग्यकरणलब्धयश्च ।
चतस्रोपि सामान्याः करणं सम्यक्त्वचारित्रे ॥४५९॥ અર્થ - ક્ષયે પશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાગ્ય અને કરણલબ્ધિ એમ પાંચ લબ્ધિઓ છે તેમાં પહેલી ચાર તે સાધારણ છે અર્થાત ભવ્યજીવ અને અભવ્યજીવ બને થાય છે પણ પાંચમી કરણલબ્ધિ સમ્યકત્વ અને ચારિત્રની ભાવનાવાળા ભવ્યજીવને જ થાય છે.
ક્ષપશમ લબ્ધિનું સ્વરૂપ कर्ममलपटलशक्तिः प्रतिसमयमनंतगुणविहीनक्रमा ।
भूत्वा उदीयते यदा तदा क्षयोपशमलब्धिस्तु ॥४६॥ અર્થ- જે કાળમાં કર્મોમાં એલરૂપ જ્ઞાનાવરણાદિ અપ્રશસ્ત (અશુભ) પ્રકૃતિઓના સમૂહને અનુભાગ (રસ) તેને આપવાની જે શક્તિ, તે સમયે સમયે અનંત ગુણ ઘટતાં ઘટતાં અનુક્રમે ઉદયમાં આવે તે કાલમાં ક્ષયપશમ લબ્ધિ થાય છે. ભાવાર્થ- જે પ્રથમ સમયમાં રસ દીધું હતું તે બીજા સમયમાં અનંત ગુણે રસ ઘટી જાય એમ સમયે સમયે અનંત ગુણે ઘટતે ઉદયમાં આવે તે કાળમાં ક્ષપશમલબ્ધિ થાય છે.