________________
પ૭૯
વાણ, ઉંચ્ચગૌત્ર, મનુષ્યયુ, પંચેન્દ્રિય જાતિ, વજીરૂષભનારાચસંહનન, ત્રસ, બાદર, પર્યાપ્ત, યશ-કીર્તી, મનુષ્યગતિ, તીર્થકરપ્રકૃતિ, સુભગ, શ્વાસોશ્વાસ, આદેય, પ્રશસ્તવિહાગતિ, સુસ્વર, પ્રત્યેક, નિર્માણ, સ્થિર, શુભ, સમ્યકત્વ પ્રકૃતિ આદિ. વિશેષાર્થ- અહીં આચાર્ય પુલ પ્રકૃતિને ઉપકાર બતાવી એમ કહેવા માગે છે કે હે ભાઈ! તને સર્વ પ્રકારનાં કારણે પ્રકૃતિએ અનુકૂળ કરી આપ્યાં છે અર્થાત પૂર્વોકત પ્રકારની પ્રકૃતિએ તને સહેજે મળી ચુકી છે, છતાં તું મેક્ષ માર્ગને પુરુષાર્થ કરતા નથી, એ મહાખેદની વાત છે. એ સર્વ સામગ્રીઓ મોક્ષ માર્ગની ગાડી માટે લોઢાના પાટા સમાન છે. જેમ પાટા વિના ગાડી ચાલતી નથી. તેમ મેક્ષના કિનારે પહોંચવા માટે તે બધાં કારણે આવશ્યક છે. તે મલ્યા છે છતાં તું તેને સંસારની ગાડીરૂપી વિષય કષાયમાં બરબાદ કરી રહ્યો છે ! તો, આવે સુઅવસર તને પાછો મલ દુર્લભ છે, માટે આત્મભાવમાં વિર્યને જે તે તારૂં કલ્યાણ થશે. પરમાર્થે તે તું જ તારે ઉપકારક, અનુપકારક છે. તેમ અજ્ઞાનીઓ ઉપર આચાર્યે દયા વરસાવી છે.
શકાકાર:- હે ભગવંત! દેશઘાતિ સમ્યકત્વ પ્રકૃતિ આત્માને ઉપકાર કેમ કરી શકે? તે તે ઘાત કરવાવાળી છે
ઉત્તર:- હે ભવ્ય ! જીવને પ્રથમ ઉપશમ સમ્યકત્ર થયા પછી ક્ષપશમ થાય છે અને ક્ષયે પશમ સમ્યકત્વ, સમ્યકત્વ પ્રકૃતિના ઉદય વિના થઈ શકતું નથી, અને ક્ષપશમ સમ્યકત્વમાંથી જ લાયક સમ્યકત્વ થાય છે, તે હીસાબે ઉપચારથી આચાર્યોએ