________________
૫૮૮ પ્રદેશબંધ - કેટલી સંખ્યામાં જ્ઞાનાવરણના, દર્શનાવરણના ઈત્યાદિરૂપ કર્મ પુદ્ગલ બંધાણી તે પ્રદેશબંધ છે. સ્થિતિબંધ - બંધાયેલા કાર્યોમાં જેટલો વખત રોકાવાની શક્તિ અર્થાત્ ઓછા અથવા વધારે કાલ સુધી રહેવાની શકિતને સ્થિતિબંધ કહે છે. અનુભાગબધ- બંધાયેલા કર્મોમાં તીવ્ર અથવા મંદ ફલદાનની શક્તિને અનુભાગ બંધ કહે છે. યોગની મુખ્યતાથી પ્રકૃતિ, પ્રદેશ બંધ થાય છે અને કષાયોની મુખ્યતાથી સ્થિતિ, અનુભાગ બંધ થાય છે. ઉત્કર્ષણ – કે એક સમયમાં બાંધેલ કર્મોમાં જીવના પરિણામ ના નિમિત્તથી સ્થિતિ અને અનુભાગનું વધી જવું તે ઉત્કર્ષણ છે જે સમયે જીવે કઈ પાપ કર્મ કરેલ તે સમયમાં પાપ કર્મો બંધાયા હતા ત્યાર બાદ જે જીવ પિતાના કરેલા પાપ કર્મોની બીજાને મેઢે પિતાની આત્મપ્રશંસા કરે અને કષાયોને વધારે તે તે સમયના બંધાયેલ પાપ કર્મોની સ્થિતિ વધી જાય છે અને અનુભાગ (રસ) તીવ્ર થઈ જાય છે તેને ઉત્કર્ષણ કહે છે. (તીવ્ર કષાયરૂપ, રસ, હલાહલ ઝેરરૂપ પડે છે જે ઉદય પ્રકરણમાં આવશે.) સંક્રમણ - એક કર્મની પ્રકૃતિ બદલી બીજી પ્રકૃતિરૂપ થઈ જાય તેનું નામ સંકમણ છે. મૂલ આઠે કર્મોમાં પરસ્પર સંક્રમણ થતું નથી. દરેક મૂલ પ્રકૃતિની ઉત્તર પ્રવૃતિઓમાં સંક્રમણ થાય છે. જેમકે મિથ્યાત્વકર્મનું મિશ્રમેહનીયમાં અને