________________
નિધત્તિઃ - જે કમેને એવો બંધ હોય કે જેનું ન પણ કરી શકાય તેમજ તેને જલ્દી ન ઉદયમાં લાવી શકાય છતાં તેમાં સ્થિતિ, અનુભાગનો ઉત્કર્ષણ અને અપકર્ષણ થઈ શકે છે. એવા કર્મોની અવસ્થાને નિધતિ કહે છે. નિકાચિત - જે કમેને એ બંધ હોય કે તેને ન સંક્રમણ કરી શકાય, ન જલદી ઉદયમાં લાવી શકાય, ન તેની સ્થિતિ અનુભાગમાં ઉત્કર્ષણ અને અપકર્ષણ થઈ શકે અર્થાત જેવું બાંધેલા હોય તેવુંજ ફલ આપીને ખરે એવા કર્મોની દશાને નિકાચિત કહે છે.
જીવના શુભ પરિણામના નિમિત્તથી પુણ્ય પ્રકૃતિઓમાં અનુભાગ વધી શકે છે અને પાપ પ્રકૃત્તિઓમાં ઘટી શકે છે વળી જીવન અશુભ પરિણામના નિમિત્તથી પાપ પ્રકૃત્તિઓમાં અનુભાગ વધારે પડે છે અને પુણ્ય પ્રવૃત્તિઓમાં ઓછો પડે છેત્યારે એ સિદ્ધાંત નીકળે કે અમારામાં જેટલું આત્મબલ અને જ્ઞાન પ્રકાશે છે તે મારફતે બહુ સમજી વિચારીને એ નિમિત્ત અને યંગ્ય વાતાવરણ રાખવા સદા પુરુષાર્થ કર જોઈએ. તે અમે દુઃખદાઈ ઘણાં કમેથી બચી શકીએ છીએ, અર્થાત અશુભ કર્મોના ફલથી બચી શકીએ છીએ. વધારે ખુલાસે સુદષ્ટિતરંગિણું પૃષ્ઠ ૬૦૮ થી ૬૧૫ માંથી જેઈ લે ગ્રંથ વધી જવાના ભયથી વિસ્તાર પૂર્વક લખેલ નથી.
આઠ મૂલ કર્મોના નામ:જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય આયુ, નામ કર્મ, ગોત્રકર્મ અને અંતરાય,