________________
વિરૂદ્ધ તરી શકાશે નહીં. તેમજ પાપ પુણ્ય કમાના ઉદય અષ્ટ છે તેથી અમારે સદા પુરુષાર્થવાન જ બનવું જોઈએ. શરીરમાં તીવ્ર રેગ વ્યાધિ ઉત્પન્ન થતાં ધર્મ કાર્ય થઈ શકશે નહીં કારણ કે શરીર આશ્રિતે આત્મા છે. છદ્મસ્થ જીવને જ્ઞાનપગ ઈન્દ્રિય આશ્રિત છે. ઈદ્રિયના અભાવમાં જ્ઞાનનું કાર્ય થઈ શકતું નથી જુઓ પ્રવચનસાર ગાથા ૫૫ અને પંચાધ્યાય ગાથા ૩૦૦૩૦૧ તથા શ્રી સમસ્તભદ્રાચાર્યે આપ્તમીમાંસામાં કહેલ છે કે કોઈ કાર્ય એવું થઈ જાય છે કે જેને માટે અમે એ પહેલાં તેને વિચારજ કરેલ ન હોય, તે કાર્ય ઈષ્ટ હોય કે અનિષ્ટ હોય, સુખરૂપ હોય કે દુ:ખરૂપ હોય તે પૂર્વ કર્મના ઉદયની મુખ્યતાથી થઈ જાય છે. અને જે કાર્ય માટે પહેલાથી વિચારવામાં આવે અથવા પુરુષાર્થ કરવામાં આવે તે કાર્ય સારું કે નરસુ પિતાના પુરુષાર્થની મુખ્યતાથી થાય છે. ભાવાર્થ :- કોઈએ વેપાર કર્યો અને અણધાર્યું નુકશાન થઈ ગયું તે તે તીવ્ર પાપને ઉદય છે. અને જે નુકશાન ન થયું તે પુણ્ય કર્મ અનુકૂળ થઈ ગયું ત્યારે અમારા પુરુષાર્થની મુખ્યતા રહી, કારણ કે અમારા કર્મોના ઉદય અને શું ફલ આપશે તેનું આગળથી અને જ્ઞાન નથી માટે અમારું પ્રથમ કર્તવ્ય છે કે અમારે સદા પુરુષાર્થવાન બનવું જોઈએ. ઉપશમ - કર્મ વર્ગણાઓને ઉદયકાલમાં આવવાને અશકય કરી દેવી તેને ઉપશાંત અથવા ઉપશમ કહે છે. જેમકે મિથ્યાત્વ કર્મને ઉદય છે તેના ઉદયને કેટલાક કાળ સુધી અનુદાય કરી દેવ અથવા રેકી દે તેને ઉપશમ કહે છે.