________________
૫૮૬
અશક્ય છે. માટે સદાકાળ છે પિતાના પરિણામ પર ધ્યાન આપવું જોઈએ. જેવી રીતે જીવ વેપારમાં ભાવેનું ધ્યાન બરેલર ન રાખે તે નુકશાન થાય છે તેવી રીતે જીવ પિતાના આત્મ વેપારના ભાવેનું સમ્યક પ્રકારે ધ્યાન ન રાખે તે નુકશાન થાય છે. જેમ જીવ વેપારના ભાવોનું બરાબર ધ્યાન રાખે તે લાભ થાય છે તેમ જીવ મોક્ષના વેપારના ભાવોનું સભ્યપ્રકારે ધ્યાન રાખે તે મેક્ષ લક્ષ્મીને લાભ થાય છે એમ સમજવું. હવે કર્મમાં થતી દશ પ્રકારની ક્રિયાનું વિસ્તારથી વર્ણન કરું છું તે તું ધ્યાનથી સાંભળ.
દશકરણ નું સ્વરૂપ बंधोत्कर्षणकरणं संक्रममपकर्षणादारणा सत्त्वम् । उदयोपशान्तनिधत्तिः निःकाचना भवति प्रतिप्रकृति ॥५१४॥ અર્થ - બંધ, ઉત્કર્ષણ, સંક્રમણ, અપકર્ષણ, ઉદીરણ, સત્વ, ઉદય, ઉપશમ, નિધત્તિ અને નિકાચિત એ દશ કરણ (અવસ્થા) પ્રત્યેક પ્રકૃતિની થાય છે.
ભાવાર્થ- કર્મોને આત્માથી સંબંધ થ અર્થાત મિથ્યાત્વાદિ પરિણામોથી જે પુગલ જ્ઞાનાવરણાદિરૂપ થઈ પરિણમન કરી જ્ઞાનાદિ ગુણની અવસ્થાઓને આવરણ કરે છે તે બંધ છે. કર્મોની સ્થિતિ તથા અનુભાગ વધે તે ઉત્કર્ષણ છે. બંધાએલ પ્રકૃતિ બીજી પ્રકૃતિરૂપે પરિણુમિ જાય તે સંક્રમણ છે. સ્થિતિ, અનુભાગ ઓછો થઈ જવો તે અપકર્ષણ છે. જેના ઉદયને હજુ સમય આવેલ