________________
શ્રી ગૌતમ ગણધરને કરે, કારણ કે તેઓશ્રીએ સાક્ષાત્ શ્રી વીર જિનેશ્વરને ઉપદેશ સાંભળી, દ્વાદશાંગની રચના કરી છે. તેઓ જ તમારી શંકાઓના પ્રશ્નનો ઉત્તર આપી શકે છે. એવો જ એક પ્રશ્ન ધવલામાં કરવામાં આવતા તેને ઉત્તર એ આપે છે કે, જેનું અર્થ રૂપથી તીર્થકરેએ પ્રતિપાદન કરેલ છે અને ગણધરદેવે જેની ગ્રંથ રચના કરી છે એવી બાર અંગરૂપ પ્રરૂપણ આચાર્ય પરંપરાથી નિરંતર ચાલી આવી છે. પણ કાળના પ્રભાવથી ઉત્તરોત્તર બુદ્ધિ ક્ષીણ થવાથી અને અંગોને ધારણ કરવાવાળા એગ્ય પાત્રના અભાવમાં તે ઉત્તરોત્તર ક્ષીણ થતી આવી જેનાચાર્યોએ વિશેષ બુદ્ધિવાળા પુરુષોને અભાવ છે અને અત્યંત પાપભીરુ થઇ તેઓએ ગુરુપરંપરાથી કૃતાર્થ ગ્રહણ કરી, તીર્થ વિછેદના ભયથી તે સમયમાં અંગ સંબંધી અર્થના જાણનારાઓ ભેગા કરી આગમમાં લિપિબદ્ધ કરેલ છે. તેથી તેમાં અસૂત્રપણું આવવાનું કોઈ કારણ નથી. છતાં બન્ને પ્રકારના વચનમાં કયા વચનને પ્રમાણ માનવું, તેના પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય જવાબ આપે છે કે તે બાબત તે કેવળી અથવા શ્રુતકેવળી જાણે પણ બીજા કે જાણ શકતા નથી. (જુ ધવલ ખંડ ૧ પૃષ્ઠ ૨૨૨) - સાસાદની, સમ્યમિથ્યાત્વી, અને વેદકસમ્યગ્દષ્ટિ જીવ પ્રથમે પશમ સમ્યકત્વને પ્રાપ્ત થતું નથી અર્થાત્ તે ભાવરૂપ પરિણમન કરવાની શક્તિને તેઓમાં અભાવ છે. (જુઓ ધવલા ખંડ ૬ પૃષ્ટ ૨૦૬ )
પ્રથમ પશમ સમ્યગ્દષ્ટિ બે પ્રકારના થાય છે. એક અનાદિ મિથ્યાષ્ટિ અને બીજે સાદિમિથ્યાષ્ટિ છે.