________________
૫૦૭ :
લક્ષણ માનવામાં ન આવે તે ઈન્દ્રિય આધીને ચેડા થડા મતિક સ્થલ નિકટવતી વર્તમાન વસ્તુને જાણવાવાળાના વચનની પ્રમાણિકતા થશે તે અલ્પજ્ઞનું વચન કેમ પ્રમાણિક થઈ શકે ? નજ થઈ શકે. માટે હે શિષ્ય! વીતરાગતા, સર્વજ્ઞતા અને પરમહિપદેશક્તા જ અરિહંત સકલ પરમાત્માનું યથાર્થ લક્ષણ થઈ શકે છે. અન્ય રાગાદિ યુક્ત, રેગાદિયુક્ત, આયુધાદિ ચુકતમાં કઈ પ્રકારે દેવપણું યોગ્ય નથી.
नष्टचतुघातिका दर्शनसुखज्ञानवीर्यमयः । शुभदेहस्थः आत्माशुद्धः अर्हनविचिन्तनीयः ॥४६९॥ અર્થ - જેણે ચાર પ્રકારના ઘાતિકને નાશ કર્યો છે અને જે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય સહિત છે, સાત ધાતુ રહિત પરમઓદારિક શરીરમાં રહેલા છે અને અઢાર દેષ રહિત છે, તે અરિહંત પરમાત્મા સાચા દેવ હોવાથી ધ્યાનમાં ધ્યેય કરવા યોગ્ય છે. ભાવાર્થ:- નિશ્ચય રત્નત્રય સ્વરૂપ જે શુદ્ધોપગરૂપ ધ્યાન છે તેનાથી ચાર ઘાતિકર્મોને નાશ કરી અનંત ચતુષ્ટય (અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય) ને પ્રાપ્ત કરેલ છે. સાતધાતુઓથી રહિત હજારો સૂર્યો સમાન દેદીપ્તમાન-પરમ ઓદારિક શરીરના ધારક અર્થાત્ શુભ શરીરમાં બિરાજમાન છે તે અઢાર દોષરહિત, વીતરાગ, સર્વજ્ઞ, અરિહંત આપ્તજ નિરંજન જિનેન્દ્ર) દેવ છે