________________
જ્ઞાન થાય છે. અપેક્ષાને પણ નય કહે છે. જેમકે : કેઈ અપેક્ષાએ કોઈ કથન મુખ્યથી કહેવામાં આવે છે અને બીજી અપેક્ષાએ અન્ય કથન તે સમયે ગૌણ થઈ જાય છે. નયથી પદાર્થનું અપૂર્ણ જ્ઞાન થાય છે. જેમકે પદાર્થના કઈ એક ધર્મને અથવા સ્વભાવને અથવા પર્યાયને વા અંગને વા અંશને બતાવે છે તેને ત્ય કહે છે. ' પહેલી ચાર નાને અર્થનય કહે છે કારણ કે તેનું લક્ષ પદાર્થ તરફ છે અને શબ્દ, સમભિરૂઢ, એવંભૂતને શબ્દનય કહે છે. કારણકે તેનું ધ્યાન શબ્દની તરફ છે. કઈ કઈ આચાર્યો તેને વ્યંજનનય કહે છે. પ્રમાણ, નય, નિક્ષેપ, અને ભંગ તે જ્ઞાનના વિશેષ છે. તે બધા વિતરાગ નિર્વિકલ્પ સમાધિગમ્ય જ્ઞાયકભાવમાં અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિમાં અસ્તિત્વ નથી. પરમ સમાધિ કાળમાં શુદ્ધ જીવની પ્રતીતિ હોવાથી અને નેની પ્રતીતિ ન હોવાથી તે ભૂતાઈ નથી પણ અભૂતાઈ છે. અભેદરૂપથી સમસ્ત વસ્તુને ગ્રહણ કરે તેને અર્થનય કહે છે, અને વર્તમાન કાલથી ઉપલક્ષિત વસ્તુમાં વાચક શબ્દના ભેદથી ભેદ કરવાવાળી વ્યંજન નય અથૉત્ શબ્દનય છે. શાસ્ત્રીય દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદનું સ્વરૂપ :
(૧) નિગમનनएकंगच्छतिइतिनिगमः निगम : विकल्प : तत्र भवनैगमः નિગમ તેને કહે છે કે જે એક વાત ઉપર સ્થિર ન રહે પણ વિકલ્પ ઉઠતે જાય અર્થાત્ સંકલ્પ માત્ર ગ્રહણ કરવાવાળા જ્ઞાનને