________________
પટ
(૪) જે દ્રવ્યની જે અવસ્થા વર્તમાનમાં હોય તેને તેજ
પ્રમાણે માનવી તેને ભાવનિક્ષેપ કર્યો છે જેમકે રાજ્ય- કર્તાને રાજ કહે, સ્વામીનુભવ કરતાને સમ્યકત્વી કહે,
તીર્થ પ્રચાર કરતી વખતે તીર્થકર કહે, સિદ્ધાવસ્થામાં આત્માને સિદ્ધ કહે, નારકીને નારકી આદિરૂપ સમજવું. ભાવનિપક્ષેના બે ભેદ છે (૧) આગમભાવનિક્ષેપ (૨)
આગમભાવનિક્ષેપ છે. જ્ઞાતાને આત્મા જે સમયમાં પિતાના જ્ઞાતવિષયમાં ઉપયુક્ત હોય ત્યારે જ તેને જ્ઞાતા કહે અથવા રાજ કરતે રાજાને રાજા કહે તે આગમ ભાવ નિક્ષેપ છે. અને જ્ઞાતાને આત્મા જે સમયમાં પિતાના જ્ઞાત વિષયમાં ઉપયુકત હોય તે સમયમાં તેના
શરીરને જ્ઞાતા કહે અથવા રાજાના શરીરને રાજા કહે કે તેને આગમ ભાવનિક્ષેપ કડે છે. તે પર્યાયાર્થિકનયની : - અપેક્ષા રાખે છે. સારાંશ – પદાર્થ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નિક્ષેપરૂપ હોય છે. તે નિક્ષેપને જે જ્ઞાનથી જાણવામાં આવે છે તેને નય કહે છે, નય જાણવાવાળી છે અને નિક્ષેપ જાણવાયેગ્ય છે. નય વિષય કરવાવાળી છે અને નિક્ષેપ તે નયને વિષય છે. નામનિક્ષેપ સમભિરૂઢ નયને વિષય છે. સ્થાપના નિક્ષેપ જુસૂવનય તથા એવભૂતનયને વિષય છે કારણ કે તે કઈ પણ પર્યાય અથવા કાર્યનું જ્ઞાન સાક્ષાત્ વર્તમાનમાં કરાવે છે. દ્રવ્યનિક્ષેપ નૈગમ નયને વિષય છે. કારણકે તે દ્રવ્યમાં ભૂત, ભાવી પર્યાયને સંકલ્પ વર્તમાનમાં કરવામાં આવેલ છે અને ભાવનિક્ષેપ જુસૂત્ર 'તથા એવંભૂત નયનો વિષય છે.