________________
જેમ દારૂ પીવાથી જ્ઞાન મૂચ્છિત થાય છે. તેમ દર્શન મેહનીય કર્મના ઉદયનું કાર્ય આત્માને મૂરિષ્ઠત કરવાનું છે. જીવ જે દારૂ પીવાની બુદ્ધિ ન કરે તે દારૂ કાંઈ જબરજસ્તી. (બળજબરી) થી કહેતું નથી કે તારે મને પીવો પડશે. જેમ જીવ પિતે પીવાના ગુણદોષને સમજી છેડી આપે તે, પોતે છેડી શકે છે. તેમ જીવ મિથ્યા આદતને સભ્યપ્રકારે સમજી છોડવા માગે તે છેડી શકે છે. ભલે તે જુની આદતે જલ્દી ન છૂટે છતાં પણ છેડવાની કોશીશ કરે છે અથવા શરૂઆત કરે તે આસ્તે આસ્તે છેડતાં એક દિવસ એવો આવશે કે તે બુરી આદત તદન છુટી જશે. હવે પર મને છેડે નહીં ત્યાં સુધી હું કેમ છુટી શકું તે માન્યતાજ અજ્ઞાનની છે. અથવા પરાધીનતાવાળી સીયાળી છે. તે માન્યતાએ મુક્તિ કદી પણ થઈ શકતી નથી.
જેમ દર્શન મેહનીયના બંધનું કારણ પોતેજ પિતાનું છે. પણ જે દર્શનમેહનીયના બંધનું કારણ ચારિત્ર મેહનીય (રાગદ્વેષ) નેજ માનવામાં આવે તે સંસારનું છુટવુંજ બની શકે નહીં. રાગના રહેવા છતાં મેહનું છુટવું થઈ શકે છે તે આગમ પ્રસિદ્ધ છે. તેમ આત્માને બંધનું કારણે પોતે પિતાનું અજ્ઞાન ન માનવામાં આવે અને દ્રવ્યમેહજ આત્માને અજ્ઞાનભાવે એકાંતે પરિણુમાવે છે અર્થાત મેહભાવ પર પદાર્થ જ કરાવે છે એમ માનવામાં આવે તો આત્માને મેક્ષ કદી પણ થઈ શકે નહીં. તેમજ આ બધા શાસ્ત્ર અને મેક્ષની સિદ્ધિ થઈ શકશે નહી, અને કાલ્પનિક જેવું રહેતા સંકરદેષ ઉત્પન્ન થશે પણ એમ તે પ્રત્યક્ષ ભાસતું નથી.