________________
સ્વતંત્ર કાર્ય છે. તેને કતાં કથંચિત્ આત્મા છે. હવે કોઈ જીવ એમ કહે કે આત્મા કર્મના ઉદયને કારણે વિભાવભાવે પરિણ નથી પણ પિતાની તે સમયની પર્યાયની લાયકાત પરિણમે છે તો તેમ કહેવું તેનું આગમ વિરૂદ્ધ મિથ્યાત્વના ઉદયનું અજ્ઞાન વચન છે. તેમ કહેવાથી આત્માનો સ્વભાવ થતાં મોક્ષની અસિદ્ધિ થશે. એવા બન્ને પક્ષે એકાંતવાદના પિષક હોવાથી મિથ્યા છે. જે કંઈ એકાંત નિમિત્તને અથવા એકાંત ઉપાદાનને જ દેષ ગ્રહણ કરે છે તે સ્યાદ્વાદની શૈલીથી ભિન્ન હોવાથી મિથ્યાવાદી છે. જ્ઞાની એકાંત વસ્તુ સ્વરૂપને સ્વીકાર તે નથી. કારણ વસ્તુનું સ્વરૂપ જ સામાન્ય વિશેષાત્મક છે. સામાન્યને ગ્રહણ કરવાવાળી નિશ્ચયનય છે અને વિશેષને ગ્રહણ કરવાવાળી વ્યવહારનય છે એમ બન્ને નાના જ્ઞાનને પ્રમાણજ્ઞાન કહ્યું છે. હવે કઈ એકાંત ને ગ્રહણ કરે તો તે જ્ઞાની શાને? અથવા સ્યાદ્વાદી શાને?
જીવ પરપદાર્થને આશ્રય બે પ્રકારે કરે છે. એક અજ્ઞાનવશ જે દર્શનમેહનીયના ઉદયરૂપ (મિથ્યાત્વરૂ૫) હોય છે. અને બીજે અસ્થિરતાવશ તે ચારિત્ર મેહનીયના ઉદયરૂપ હોય છે. તે ચારિત્ર મેહનયના પદાર્થો ને ઉદયમાં આવવા લાયક ન રહેવા દેવા અથવા ઉદયમાં આવે છતાં વિશેષ રસરૂપે કાર્ય ન કરી શકે તેને ઉપાય આચાર્યોએ એ બતાવ્યો છે કે જીવે પિતાની શકિતને છુપાવ્યા વગર યથાશક્તિ બાહ્યા ચારિત્રરૂપ ક્રિયા અને અંતરંગ ચારિત્રરૂપે સમતાથી, દ્રવ્યચારિત્રમેહનીયની સત્તા તથા તેના ઉદયનો નાશ કરી આત્મા પરમાત્મા થઈ શકે છે.