________________
આનંદને સાક્ષાત દેવાવાલો છે. જ્યારે આ અંતરાત્મા પુણ્ય, પાપ, સુખ, દુઃખ પરિગ્રહાદિ ભાવથી ધરવતી નિજ ભાવનું મનન કરે છે ત્યારે તે ભેદજ્ઞાનનું સુંદર ફલ જગતને મંગલ દાયક, આનંદસ્વરૂપ, પરમ પવિત્ર જ્ઞાનતિને પ્રગટ કરી દેખાડે છે. હું સર્વથા શુદ્ધ ચૈતન્યમય છું એમ જાણ નિર્વિકલ્પ છે થાય છે. આજ દશા મારા સહજજ્ઞાનના સામ્રાજ્યની છે, અને હું જ તેને સ્વામી છું. એજ ભાવના (કૃતજ્ઞાનાવરણ કર્મને ક્ષપશમ તે લબ્ધિ છે તેમાં ઉપયેગનું જોડવું તે ભાવના) આ જીવને ગુપ્તપણે શુદ્ધસ્વભાવને પ્રગટ કરતી જાય છે. તે કારણે સર્વ કાર્યને ત્યાગી આ સ્વરૂપ ભાવનારૂપી રમણીય વનમાં રમવાનો ઉપાય કરવા એગ્ય છે. તે જ માનવનું કર્તવ્ય-સાર્થકતા છે. - શંકાકાર- હે ભગવંત! કર્મ તે જડ બિચારા (અચેતન). મૂર્તિક છે. તે ચેતન અમૂર્તિક આત્માને શું કરી શકે? “તેને આચાર્ય ભગવાન જવાબ આપે છે.”
કર્મની અગાધ શક્તિ नैवं यतोऽनभिज्ञासि पुद्गलाचिन्त्यशक्तिषु ।
प्रतिकर्म प्रकृत्यायैर्नानारुपासु वस्तुतः ॥५०३॥ અર્થ- આચાર્ય શંકાકારને કહે છે કે હે ભાઈ ! તું હજી પુગલની અચિત્ય શક્તિઓનાં વિષયમાં બિલકુલ અજાણ છો. તું નથી જાણતા કે દરેક કર્મમાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ આદિ અનેક રૂપથી ફલદાન શકિત ભરી છે. .