________________
૫૪૨
પર્યાયરૂપ હોવા છતાં પણ તેને અકૃત્રિમ પદાર્થોની સ્કૂલ પર્યાયના આકારાદિરૂપ જેને તે બન્યું રહે છે તેથી તે અનાદિ નિત્ય પર્યાય કહેવાય છે) તેને અનાદિનિત્ય
પર્યાયાર્થિકનય કહે છે. (૨) સાદિ અને નિત્ય પર્યાયને ગ્રહણ કરી દ્રવ્યનું કથન કરે.
જેમકે – સિદ્ધ પર્યાય સાદિ નિત્ય છે કે અનાદિક સંબંધથી સંસારમાં પરિભ્રમણ કરતો જીવ કદી કાલિબ્ધિવશ સમ્યકત્વાદિ પ્રાપ્ત કરી કર્મથી છુટી ગયે; તે હિસાબે સિદ્ધાવસ્થા સાદિ અને અક્ષય અનંત હોવાથી અર્થાત જેને કદી અંત થશે નહીં તે હિસાબે સિદ્ધપર્યાય સાદિ
નિત્ય હોય છે, તેને સાદિનિત્યપર્યાયાર્થિકનય કહે છે. (૩) જે સત્તાને ગૌણકરી માત્ર ઉત્પાદ, વ્યયરૂપ દ્રવ્યની પર્યાયને
ગ્રહણ કરે જેમકે - દ્રવ્યની પર્યાય સમયે સમયે નાશ
થતી રહે છે તેને અનિત્ય શુધ પર્યાયાર્થિઓનય કહે છે. (૪) સત્તાની અપેક્ષા રાખીને દ્રવ્યની ત્રિલક્ષણાત્મક અર્થાત
ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વરૂપ ગ્રહણ કરવું. જેમકે દ્રવ્યની પૂર્વ પર્યાયને વિનાશ ઉત્તર પર્યાયને ઉત્પાદ અને દ્રવ્યપણાથી ધ્રૌવ્ય સ્વરૂપ એક સમયમાં ત્રિલક્ષણાત્મક કહેવું
તેને નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય કહે છે. (૫) કર્મકૃત ઉપાધિથી રહિત નિત્ય શુદ્ધ પર્યાયને ગ્રહણ કરે.
જેમકે શુદ્ધ સિદ્ધ પર્યાય સમાન સંસારી પર્યાય કહેવી તેને કર્મોપાધિનિરપેક્ષનિત્યશુધપર્યાયાર્થિકનય