________________
છે તેને સ્થાપના નિક્ષેપ કહે છે. જેમકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની ધ્યાનાકાર પ્રતિમાને જોતા તેમાં અત સ્વરૂપના આકારની ભાવનાથી ભક્તિ ઉત્પન્ન થવી તેને તદાકાર સ્થાપના કહે છે. સતરંજ આદિમાં ઘડેઊંટ, વઝીર, બાદશાહ, હાથી આદિના આકાર વિના કલ્પના કરવી તેને અતદાકાર સ્થાપના કહે છે. સ્થાપના નિક્ષેપમાં પૂજ્ય અપૂજ્ય માનાપમાનને ભાવ થાય છે, જેમકેઃ માતા, પિતા આદિને ફેટો જોતા પૂજ્ય ભાવ થાય છે. ચોર, ડાકુ આદિને ફેટે લેતા અપૂજ્ય ભાવ થાય છે.
(૩) ભૂત, ભવિષ્ય કાળ સંબંધી અનુપસ્થિત અવસ્થા ને
વર્તમાનમાં ન હોવા છતાં તેમાં આરોપ કરી કહેવું તેને દ્રવ્ય નિક્ષેપ કહે છે. જેમકે: અરિહંત ભગવાનને સિદ્ધ કહેવા, શ્રી કૃષ્ણ અથવા શ્રેણિકના જીવને તીર્થકર કહેવા, મહાવીર સ્વામી સિદ્ધ હોવા છતાં પૂર્વ સિંહ, ભીલ આદિ પર્યાયથી કહેવું તે દ્રવ્ય નિક્ષેપ છે. દ્રવ્યમાં અનંત પર્યાય થઈ ચુકી છે અને અનંત થવાવાળી છે તેને આરોપ વર્તમાનમાં કરવામાં આવે તેને દ્રવ્ય નિક્ષેપ કહે છે. એ પ્રમાણે સર્વત્ર જાણી લેવું જોઈએ.
નૈગમનય અને દ્રવ્ય નિક્ષેપને વિષય સમાનરૂપ માલુમ પડે છે છતાં બન્ને એક નથી. નૈગમનય જ્ઞાનાત્મક છે. અર્થાત જાણવાવાળે છે અને દ્રવ્ય નિક્ષેપ યાત્મક છે અર્થાત્ પદાર્થની અવસ્થારૂપ છે તેથી જાણવાયેગ્ય સેય (વિષય) રૂપ છે. તેમાં