________________
સારાશા-સામાન્ય ધર્મને વિષય કરવાવાળી દ્રવ્યાર્થિક નય છે અને વિશેષ ધર્મને વિષય કરવાવાળી પર્યાયાર્થિક નય છે. તેમાં સંગ્રહ અને વ્યવહારના ભેદથી દ્રવ્યાર્થિક નય બે પ્રકારની છે. જે અભેદને વિષય કરે છે તે સંગ્રહાય છે. અને જે ભેદને વિષય કરે છે તે વ્યવહારનય છે. તે બન્ને નય દ્રવ્યાર્થિક નયની ક્રમશ: શુદ્ધ અને અશુદ્ધ પ્રકૃતિ છે. જ્યાં સુધી દ્રવ્યને અભેદરૂપથી ગ્રહણ કરે છે તેને શુદ્ધ કહે છે અને દ્રવ્યને ભેદથી ગ્રહણ કરે છે તેને અશુદ્ધ કહે છે. અથવા દ્રવ્યમાં દ્રવ્યભેદ અથવા સત્તા ભેદ કરે છે ત્યાંસુધી દ્રવ્યાર્થિકનયની અશુદ્ધપ્રકૃતિ છે. પણ વસ્તુમાં કાળકૃત ભેદની પ્રધાનતા પર્યાયાર્થિક નયને વિભાગ (અવતાર) થાય છે.
જેમકે જીવના ભેદ સંસારી અને મુક્ત અજીવના પુદ્ગલ ધર્મ અધર્મ, આકાશ, અને કાળ એ પ્રમાણે પાંચ ભેદરૂપ ગ્રહણ તે દ્રવ્યભેદ, અથવા સત્તા ભેદ તેને વ્યવહારનય કહે છે અને તે કવ્યાકિનયની અશુદ્ધ પ્રકૃતિ છે. | ઋજુસૂવનય તે પર્યાયાર્થિક નયને મૂલ આધાર છે અને શબ્દાદિન તે ઋજુસૂત્રનયની શાખા-ઉપશાખા છે. પર્યાયાર્થિકનેયની અપેક્ષાએ પદાર્થમાં ઉત્પન્ન અને નાશ થાય છે કારણ પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિક્ષણ નવી નવી પર્યાયની ઉત્પત્તિ અને પૂર્વ પૂર્વ પર્યાયને નાશ થાય છે. પણ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ દ્રવ્યનો કદી નાશ થતું નથી તેમજ તેને ઉત્પાદ પણ થતું નથી. સદાકાળ સ્થિતિ સ્વભાવ રહે છે. પ્રત્યેક પદાર્થમાં ઉપાદ વ્યય બે પ્રકારે થાય છે એક સ્વનિમિત્ત અને બીજું પરનિમિત્ત છે. દ્રવ્યમાં આગમ પ્રમાણથી અનંત અગુરુલઘુ ગુણના અવિભાગ પ્રતિચ્છેદ માનેલ છે.
+
હ
.