________________
૫૪૯
અનેક અર્થ થતો હોવા છતાં એક અર્થનો આરૂઢ કરે તેને સમભિરૂઢ નય કહે છે. જેમકે શબ્દનો અર્થ: વાકય, પૃથ્વી, સ્વર્ગ, વાણી, વજ, દિશા, કિરણ, નેત્ર, જલ છે. છતાં ગ શબ્દને સમભિરૂઢ નયથી ગાયને માટે જ વ્યવહાર કરી શકાય છે. શબ્દ નયમાં વ્યાકરણનું ધ્યાન હતું. જ્યારે સમભિરૂઢમાં શબ્દના અર્થ ઉપર ધ્યાન અપાય છે. વ્યવહારમાં કેઇનું નામ રાખવું તેને સમભિરૂઢનય કહે છે. જેમકે વૈદરાજ, પૂજારી, રસે આદિ નામે મનુષ્યને કહેવું અથવા વૈદપણું, પૂજારીપણું, રસેથાપણું, ન કરવા છતાં તે નામથી પુકારવું તેને સમર્િહનય કહે છે.
૭ એવંભૂતનય :gવંત્રિાધાના મૂતે તિg સૂતર વર્તમાનમાં જેવી કિયા કરતે હેય તેવીજ ક્રિયાથી તેને કહેવું તેને એવંભૂતનય કહે છે. જેમકે વૈદ્યપણું કરતા વૈઘરાજ કહેવું. પૂજા કરતી વખતે પૂજારી કહેવું, તીર્થને પ્રચાર કરતા તીર્થકરને તીર્થકર કહેવા, તેને એવંભૂતનય કહે છે. પણ જન્મસમયે તીર્થકર કહેવું તેને સમભિરૂઢ નય કહે છે. આત્મલીનમાં રહેલા સાધુને સાધુ કહેવું તેને એવંભૂતનય કહે છે. અન્ય વખતે સાધુ કહેવા તેને સમભિરૂઢ નય કહે છે. ચાલતી વખતે ગાયને ગાય કહેવી તેને એવુંભૂતનય કહે છે પણ ખાતી હોય, બેઠી હોય, ત્યારે ગાય કહેવી તેને સમણિરૂઢનય કહે છે.
ઉપનાના ભેદનું સ્વરૂપ (૧) સદભૂતવ્યવહારનય (૨) અસદભૂતવ્યવહારનય