________________
સ્વભાવની અપેક્ષાએ જીવદ્રવ્ય છે. એ પ્રમાણે બધા દ્રવ્ય ઉપર લગાવવું જોઈએ, તેને સ્વદ્રવ્યાદિ(ચિતુષ્ટય)ગ્રાહક
દ્રવ્યાકિનય કહે છે. (૯) પરદ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાથી દ્રવ્યના નાસ્તિત્વ ને
સ્વીકાર કરે. જેમકે- જીવદ્રવ્ય, પુદ્ગલના વર્ણાદિ ગુણોના સમુદાયરૂપ દ્રવ્ય, તેના સંખ્યાત, અસંખ્યાત, અનંત પરમાણુ સ્વરૂપેક્ષેત્ર, અનાદિ અનંત પરિણમન સ્વરૂપ સ્વકાળ અને અચેતનત્વ (મૂર્તિક) આદિ ભાવની અપેક્ષાએ નથી.
તેને પરદ્વવ્યાપદ(ચતુષ્ટય)ગ્રાહકવ્યાર્થિકનય કહે છે. ૧૦ દ્રવ્યના અનેક સ્વભાવમાંથી કઈ એક મુખ્ય સ્વભાવને
ગ્રહણ કરી દ્રવ્યનું કથન કરવું. જેમકે - આત્મા જ્ઞાનસ્વરૂપી છે જો કે આમામાં જ્ઞાનાદિ અનંત ગુગે છે તે પણ જ્ઞાન ગુણની મુખ્યતાથી તેને જ્ઞાન સ્વરૂપી કહે) તેને પરમભાવગ્રાહકદ્રવ્યાર્થિકનય કહે છે. અધ્યાત્મ પર્યાયાર્થિક નયના છ ભેદનું સ્વરૂપ
पर्यायार्थिकस्य षटभेदाः ॥४९८॥ અર્થ - અધ્યાત્મ પર્યાયાર્થિક નયના છ ભેદ થાય છે. (૧) જે સ્થૂલ આકારાદિની અપેક્ષા દ્રવ્યની અનાદિ નિત્ય
પર્યાયને ગ્રહણ કરે. જેમકે સુમેરું પર્વત અથવા ચંદ્રમા, સૂર્યાદિ પુદ્ગલ ની સ્થલ પર્યાય અનાદિ નિત્ય હોય છે. (જોકે સમયે સમયે તેમાંથી સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત પરમાણુ આવે જાય છે તે હસાબે અનિત્ય (સૂમ)