________________
૫૩૯
તે નેત્રાદિ વડે વર્ણદિને સ્પષ્ટ જાણે છે. તે હિસાબે મતિધૃતજ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ પણ કહીએ છીએ. - મતિશ્રુત જ્ઞાનને વિષય તે ઘણે છે પણ તે એકજ સેયને સંપૂર્ણ જાણી શકતું નથી તેથી પરોક્ષ છે. અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન વિષય, રૂપી પદાર્થોને છે. તે પોતાના વિષયને સ્પષ્ટ જાણે છે છતાં પણ તે એકદેશ પ્રત્યક્ષ જાણે છે. તેનાથી અમૂર્તિક આત્માનું જાણપણું થતું નથી. કેવલજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે (વિશેષ તત્વાર્થસૂત્રથી જાણવું). અધ્યાત્મ દ્વવ્યાર્થિકનયના દશ ભેદનું સ્વરૂપ
द्रव्यार्थिकस्यदशभेदाः ॥४९७॥ અર્થ- અધ્યાત્મ દ્રવ્યાકિનયન દશ ભેદ થાય છે. (૧) જેમાં કર્મકૃત ઉપાધિ (કર્મની બંધ, ઉદય, સત્તા) ની
અપેક્ષા વિના કેવળ દ્રવ્યના સ્વરુપને ગ્રહણ કરે છે. જેમકે - સંસારી જીવને સિદ્ધસમાન શુદ્ધાત્મા કહે તેને
કર્મોપાધિનિરપેક્ષશુદ્ધદ્રવ્યાર્થિકનય કહે છે. (૨) ઉત્પાદ, વ્યયને ગૌણ કરીને કેવળ દ્રવ્યની સત્તા માત્રને
ગ્રહણ કરે છે. જેમકે - દ્રવ્ય નિત્ય છે. તેને સત્તાગ્રાહક
શુધદ્રવ્યાર્થિકનય કહે છે. (૩) ભેદવિક૯પ કર્યા વિના જ જે દ્રવ્યનું કથન કરે. જેમકે -
દ્રવ્ય પિતાના ગુણપર્યાય અથવા સ્વભાવથી અભિન્ન હોય છે તેને ભેદકલ્પનાનિરપેક્ષશુધ્ધદ્રવ્યાર્થિકય કહે છે