________________
પરવ
અસ‘ભવ, સિદ્ધ, વિરૂદ્ધ. અનેકાંતિક, હેત્વાભાસ, અકિંચિત્કર, સંકાદિ દ્વેષ રહિત, હેય જ્ઞેય, ઉપાદેય બુદ્ધિરૂપ, સાધક માધકમાં પરીક્ષા પ્રમાણુરૂપ હોય તેને શાસ્ત્ર કહે છે. આપ્તનું વાકય જેમાં કારણુ પડે છે એવું અર્થ જ્ઞાનજ આગમ છે તત્ત્વનું જ્ઞાન શાસ્ત્રથી થાય છે. જેમાં આત્મજ્ઞાન ભેદવજ્ઞાન ) ની પ્રાપ્તિ થાય, અહિંસા તત્ત્વની પુષ્ટિ થાય, જીવના કલ્યાણનું જેમાં કથન હાય, સવાને હિતકારી, મેાક્ષમાર્ગનું યથાર્થ નિરાકરણ કરવાવાળું હાય, જેમાં વીતરાગ ભાવની ઝલક હાય, અનેકાંતવાદ રૂપ વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવતું હાય, ક્ષમાદિ ધર્મોથી ભરપુર હાય, તેજ યથાર્થોમાં શાસ્ત્ર છે. તેનાથી ભિન્ન (લક્ષણ્ણા ) આત્માઓનું અહિત કરનાર શસ્ત્ર છે.
જે આગમદ્વારા જીવને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે જીવ ન્યુનતાવિના, અધિકતાવિના, વિપરીતતાવિના યથાતથ વસ્તુસ્વરૂપને નિ:સ દેહપણે જાણે છે એમ સ`દેવે કહ્યું છે. તે પરમાગમ પરમેશ્વરના મુખ કમળમાંથી નીકળેલ હાય, ચતુરવચન રચનાથી વિસ્તાર પૂર્ણ ડાયમુક્તિના સ્વરૂપને દર્શાવતુ હાય, સંસાર સમુદ્રના મહા વમળમાં નિમગ્ન સમસ્ત ભવ્ય જનાને હસ્તાવલંબનરૂપે હોય છે. તે વાણી ભવ્યજીવાના કર્ણરૂપી અંજલિથી પીવા ચેાગ્ય છે. સંસારના વિષયભાગાથી ઉત્પન્ન થતાં રાગાદિરૂપ અંગારા વડે શેકાતા ભવ્ય જીવેાના મહાકલેશના નાશ કરવામાં મેઘસમાન સમર્થ છે. તે જ વાણીને પરમાગમ કહેવામાં આવે છે.