________________
પર
થાય છે. દ્રવ્યાનુયોગમાં નિશ્ચય અધ્યાત્મ ઉપદેશની પ્રધાનતા હોય છે તેથી ત્યાં વ્યવહાર ધર્મની ગણતા હોય છે દ્રવ્યાનુગમાં આત્મ પરિણામોની અથવા શુદ્ધોપગની મુખ્યતાથી નિરૂપણ કરેલ છે. આત્મ પરિણામોને અને બાહ્ય પ્રવૃત્તિને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, કારણ કે છદસ્થ જીવને પરિણામ પૂર્વક ક્રિયા થાય છે. સમયસાર, પ્રવચનસાર, બૃહદ્રવ્ય સંગ્રહ, પરમાત્મા પ્રકાશ, પંચારિતકાય આદિ દ્રવ્યાનુયોગના શાસ્ત્રો છે. પૂક્ત ચાર અનુગ (અધિકાર) નું યથાર્થ કથન કરે અને પરમતની શંકાઓને દૂર કરે તેને આક્ષેપિણી કહે છે. પ્રમાણુ, નય, નિક્ષેપ, ભંગ, યુકિત, ન્યાયના બળે એકાંતવાદીના મતનું ખંડન કરવાવાળી વિક્ષેપિણી કથા છે. અને રત્નત્રયરૂપ ધર્મ, તીર્થકરાદિ પદની ઇશ્વરતા, જ્ઞાન, સુખ, વીર્યાદિકરૂપ ધર્મનું ફલ તેના પ્રત્યે અનુરાગ થવો તેને સંવેજિનિ કથા કહે છે. સંસાર, દેહ, ભેગના રાગમાં જીવ નારકાદિ વિષે દુઃખ દરિદ્રતા ભગવે છે તે બતાવી જીવને વૈરાગ્યતા ઉત્પન્ન થાય તે નિવે. જિની કથા છે. તેની વ્યાખ્યા નીચે પ્રમાણે છે.
૧ જેમાં નાના પ્રકારની એકાંત દૃષ્ટિઓને અને બીજા દર્શનકારે (સમયે) નું નિરાકરણ પૂર્વક શુદ્ધિ કરી છ દ્રવ્ય અને નવ પદાર્થોનું (તનું) પ્રરૂપણ કરે છે તેને આક્ષેપણી કથા કહે છે. ૨ જેમાં પહેલા પરસમય દ્વારા સ્વસમયમાં દેષ બતાવી પછી પરસમયના આધારભૂત એકાંતદષ્ટિઓનું શોધન કરી સમયની