________________
અર્થ -આ લેકમાં નિયમથી જ્ઞાનની વૃદ્ધિના નિમિત્ત માટે શાસ્ત્ર વાંચવામાં આવે છે. પરંતુ શાસ્ત્રના વાંચનથી પણ ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી તે તે શું મૂખ નથી? મૂજ છે તેમાં સંદેહ નથી. ભાવાર્થ - આત્મિક જ્ઞાન (ભાવશ્રુતજ્ઞાન) ના વિકાસનું કારણ સુશ્રુતિ છે. તેનું વાંચન, મનન, ધારણાથી જીવને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેના પ્રત્યે મુમુક્ષુઓને બહુમાન થાય છે. વર્તમાન કાળે તે સાક્ષાત્ કેવળી સમાન ભવનું ઉપકારક છે. તેથી તેને સરસ્વતી, ભારતી, જિનવાણું, વાવી આદિ વિશેષણેથી બહુશ્રુતભક્તિ કરવામાં આવે છે.
શાસ્ત્રના અભ્યાસનું ફલ તે રાગાદિવિકલ્પને દૂર કરવાનું છે. અધ્યાત્મ શાસ્ત્રોથી આત્માને જાણી શકાય છે. જેમ સૂર્યના પ્રકાશની પાસે અંધારૂં શોભા આપતું નથી તેમ શાસ્ત્ર જ્ઞાનથી થતું સમ્યજ્ઞાન સામે અજ્ઞાનરૂપી અંધકાર શાભા પામતું નથી અર્થાત્ અજ્ઞાન અંધકારને નાશ થઈ જાય છે. જે જીવ શાસ્ત્ર જ્ઞાનરૂપી અરીસામાં જોવા છતાં પોતાના પરિણામ સુધારતે નથી અથવા વૈરાગ્ય ધારણ કરતો નથી તે શું મૂર્ખ નથી? મૂર્ખ જ છે. જે જ્ઞાન આચરણમાં મુકાતું નથી તે પ્રાણુ વગરના શરીર જેવું છે. શાસ્ત્રજ્ઞાન, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે પણ જે જીવ અધ્યાત્મ શાસ્ત્ર વાંચીને પણ શુદ્ધાત્માને અનુભવ કરતું નથી તે તેનું વાંચન શું કામનું?
શાસ્ત્ર સાંભળવાથી સ્વરૂપનું જ્ઞાન થાય છે. સ્વરૂપની સિદ્ધિ ધ્યાનથી થાય છે અને ધ્યાનથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.