________________
૫૩૩
મંત્રનો પ્રયોગ કરે એ બધું કાર્યકારી નથી, તેમ જેના આત્મામાં પ્રેમરૂપ પરિણામ નથી, તે મનુષ્યને આત્મધ્યાન કરવાને તથા તવ ચિંતવન કરવાનો ઉપદેશ આપવે પણ કાર્યકારી નથી. અર્થાત્ સર્વે વ્યર્થ છે. ભાવાર્થ- જેમ આંધળે માણસ નાચ જોઈ શકતા નથી, અજ્ઞાની યોગ્ય તપ કરી શકો નથી, આયુષને અંત આવી જવાથી દવા કામ કરી શકતી નથી, બે ગીત સાંભળી શકો નથી, ખારી જમીનમાં અન્ન ઉગતું નથી, તરસ વિનાના મનુષ્યને પાણી પાવું વ્યર્થ છે, ચીકણા પદાર્થ ઉપર ચિત્ર નથી ચિતરાતું, અભવ્યને અંતરંગમાં ધર્મની રુચિ નથી થતી, કાળા કપડા ઉપર કેશરિયે રંગ નથી ચઢતે, અને અવિશ્વાસુ અશ્રદ્ધાળુ મનુષ્યને માટે મંત્ર નિરુપયેગી છે. તેમ આત્મપ્રેમ રહિત મનુષ્ય પણ ઉપદેશામૃતને લાભ લઈ શકતા નથી.
વકતાઓને વ્યાખ્યાન દેવાનું વિધાન
જે જીવ કર્મની પ્રબળતાથી નિશ્ચય મેક્ષમાર્ગને પ્રાપ્ત થઈ શક્તા નથી તેમને તે અન્ય જીવોની દયા કરવાને ઉપદેશ આપવો. મિથ્યાષ્ટિ જીવો કંઈક ધર્મ સમ્મુખ થતાં તેમને વ્યવહારને ઉપદેશ આપવો. અને સમ્યગ્દષ્ટિ જીને વા સમ્યકત્વ સમુખ મિથ્યાષ્ટિ ને નિશ્ચય સહિત વ્યવહારનો ઉપદેશ આપવો જોઈએ. પ્રથમ તે તીવ્ર કષાયોના કાર્યો છોડાવી મંદ કષાયરૂપ કાર્યો કરવાને ઉપદેશ આપવો જોઈએ.
વકતા પિતે સમ્યકત્વ ગુણ સહિત હોવા છતાં પણ કઈ વ્યવહારમાં પ્રધાન હોય તે વ્યવહાર ધર્મની અપેક્ષાએ તેને