________________
પ૩૪
ગુણાધીક માની તેની યથા પદવી ભક્તિ વિનય કરે. જેમ ધ્યાન અધ્યયનાદિ કઈ વધારે કરતો હોય તે તે ઉત્કૃષ્ટ તપસ્વી છે છતાં પણ બાહ્યતાની પ્રધાનતા છે તેને જ તપસ્વી કહીએ છીએ. કઈ જીવ બાહ્યકિયાકાંડમાં મગ્ન હોય તે તેના જીવને તેનાથી ઉદાસ કરાવી આત્માનુભવમાં લગાવવા અર્થે વ્રત, તપ, શીળ, સંયમાદિ શુભેપગથી છોડાવી શુદ્ધોપયોગમાં લગાડવા ઉપદેશ આપે. પણ શુભેપગરૂપ વ્રતાદિ છેડાવી અશુભમાં જોડાવી પાપમાં લગાવી સ્વછંદી કરવાને ઉપદેશ કદી પણ ન આપે. | ધર્માનુરાગરૂપ પરિણામ શુભપયોગ છે, પાપાનુરાગરૂપ દ્વેષ પરિણામ અશુભેપેગ છે તથા રાગાદિરહિત પરિણામ શુદ્ધોપેગ છે. હવે નીચલી અવસ્થાવાળે શુદ્ધોપગના સાધનરૂપ પહેલા હિંસાદિ કાર્યરૂપ પરિણામને છોડાવી બુદ્ધિપૂર્વક ભકિત આદિ શુભ કાર્યમાં જોડાય ત્યારે પણ તેને શુદ્ધોપયેગી કહીએ કારણે કે ત્યાં સૂક્ષ્મ રાગાદિ તે કેવળજ્ઞાન ગોચર છે એ અપેક્ષાએ શુદ્ધોપગી કહ્યો છે.
સરાગી જીવોનું મન કેવળ વૈરાગ્ય કથનમાં જોડાય નહીં તેથી જેમ બાળકને પતાસા સાથે કડવી દવા દેવામાં આવે છે તેમ વૈરાગ્ય ઉત્પન્ન થવાના કારણભૂત ત્યાગ વૈરાગ્યની કથાઓ કહેવી જોઈએ. વ્રત દાનાદિક તે કષાય ઘટાડવાના બાહ્ય નિમિત્ત કારણે છે. આત્માના પરિણામ અને બાહ્ય ક્રિયાને નિમિત્તે નૈમિત્તિક સંબંધ છે. કારણ છદ્મસ્થને પરિણામપૂર્વક કિયા થાય છે. અર્થાત્ બાહ્ય પદાર્થને આશ્રય પામીને પરિણામ થઈ શકે છે માટે પરિણામ મટાડવા અર્થે બાહ્ય વસ્તુને નિષેધ કહ્યો છે