________________
છે. કારણ ત્યાંના દેવે પિતાનું વિમાન છેડી ભગવાનના કલ્યાણકમાં કે જિનબિંબ દર્શન કરવા જતાં નથી અને ઉપરના સ્વર્ગમાં સમ્યગ્દષ્ટિ જ દેવ હોય છે. શંકાકાર- હે ભગવંત! કલ્પવાસી દેવ તથા નવ રૈવેયકવાસી દેવોના અપર્યાપ્ત કાળમાં ઉપશમ સમ્યકત્વ કેમ થઈ શકે?
1 TS કારણ કે ઉપશમ સમ્યકત્વમાં તે મરણ થતું નથી. ઉત્તર- હે ભવ્ય ! ઉપશમ સમ્યકત્વ (પ્રથમ પશમ) માં મરણ નથી થતું તે ભલે ન થાય. પણ ઉપશમ શ્રેણિમાં ચડતાં કે ઉતરતા દ્વિતીયે પશમ સમ્યકત્વમાં તે મરણ થાય છે. (જુઓ ધવલ ખંડ ૨ પૃષ્ટ ૪૩૦ ખંડ ૪ પૃષ્ટ ૧૩૫-૧૫૧-૩૫૪ ખંડ ૬ પૃષ્ટ ૪૬૪) શંકાકાર-નવ અનુદિશ અને પાંચ અનુત્તર વિમાનમાં પર્યાપ્ત કાળમાં ઉપશમ સમ્યકત્વ કેમ થતું નથી? ઉત્તર - પૂર્વોક્ત દેવલેકમાં સમ્યગ્દષ્ટિ જ જીવ હોય છે તેમને
શું ગુણસ્થાન છોડી બીજુ ગુણસ્થાન થતું નથી. પ્રથમોપશમ સમ્યકત્વ અનાદિ મિથ્યાદષ્ટિઓને જ થાય છે. તેથી અહીં પર્યાપ્ત કાળમાં ઉપશમ સમ્યકત્વ થતું નથી તેમજ દ્વિતીયેપશમ સસ્તકત્વ પણ થતું નથી. કારણ કે તે સમ્યકત્વ માત્ર મનુષ્યમાં મુનીશ્વરને જ થાય છે. ઉપશમ શ્રેણિમાં મરણ થવાને કારણે અપર્યાપ્ત કાળમાં ઉપશમ સમ્યગ્દર્શન હેય છે પણ છ પર્યાપ્તિઓ પૂર્ણ કરવાના કાળથી તેને કાળ છે છે તેથી પર્યાપ્તિ પૂર્ણ થવા પહેલાં તેમાંથી ક્ષયપશમ (સભ્યફોહનીયને ઉદય થતાં) થઈ જાય છે.