________________
નાટક સમયસારમાં પં. બનારસીદાસે તથા ક્રિયાકેષમાં પં. દોલતરામજીએ તથા બ્રાવિલાસમાં પં. ભગવતીદાસજીએ વેદક સમ્યકત્વના ચાર ભેદ ઉપર પ્રમાણે કહ્યા છે. અને ક્ષયેપશમ સમ્યકત્વના ત્રણ ભેદ નીચે પ્રમાણે કહ્યા છે – પહેલે ભેદ ચાર પ્રકૃતિએને ક્ષય અને ત્રણને ઉપશમ, બીજો ભેદ પાંચ પ્રકૃતિએને ક્ષય અને બેના ઉપશમ. અને ત્રીજો ભેદ છે. પ્રકૃતિએને ક્ષય અને એકને ઉપશમ તેની વિગત નીચે પ્રમાણે છે.
. . (૧) અનંતાનુબંધીની ચાર કષાયોનો નાશ અને દર્શન
મોહનીયની ત્રણ પ્રકૃતિઓને ઉપશમ. (૨) અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વપ્રકૃતિને નાશ
' અને મિશ્ર તથા સમ્યકત્વમોહનીયને ઉપશમ. (૩). અનંતાનુબંધીની ચાર, મિથ્યાત્વ અને મિશ્ર એમ છે
પ્રકૃતિને નાશ અને સમ્યકત્વપ્રકૃતિને ઉદય. .
ક્ષયે પશમ સમ્યકત્વના પૂર્વોક્ત ત્રણ ભેદ ઉપશમ શ્રેણીપર અરૂઢ થવાવાળાં દ્વિતીયોપશમ સમ્યગ્દષ્ટિને જ થાય છે, બીજાને અસંભવ છે. જોકે ક્ષયપશમ અને વેદક બને એક જ છે તે પણ ક્ષપશમ સમ્યકત્વ તેને કહે છે કે જ્યાં સમ્યત્વમેહનીય પ્રકૃતિના ઉદયની સાથે બીજી પ્રકૃતિઓમાંથી કેઈને ક્ષય અને ઉપશમ હોય છે. વેદસમ્યકત્વ અથવા ક્ષપશમ સમ્યકતવમાં અનતાનુબંધીને ઉપશમ અથવા વિસંજન અને માનવામાં આવેલ છે.