________________
સમ્યક્ત્વના દશ ભેદનું સ્વરૂપ ચાત્તાપાણgઢવકૃત સૂત્રનારા विस्तारार्थाभ्यां भवभवपरमावादिगाढे च ॥४६७॥ અર્થ આજ્ઞા સમ્યકત્વ, માર્ગ સમ્યકત્વ, ઉપદેશસમ્યકત્વ, સ્વસમ્યકત્વ, બીજ સમ્યકત્વ, સંક્ષેપ સમ્યકત્વ, વિરતાર સમ્યકત્વ, અર્થ સમ્યકત્વ, અવગાઢસમ્યકત્વ, અને પરમાવગાઢસભ્યત્વ એમ સમ્યકત્વના દશ ભેદ છે. તેમાંથી કઈ તે ઉત્પત્તિના નિમિત્ત ભેદથી ભેદ છે અને કોઈ ભેદજ્ઞાનની હીનાધિતાને કારણે ભેદ થયા છે.
| ભાવાર્થ(૧) શાસ્ત્રાધ્યયન વિના જ કેવળ વીતરાગદેવની આજ્ઞા માની
તો પર જે કાંઈ રુચિ ઉત્પન્ન થવી અથવા જિનેન્દ્રની આજ્ઞા જ માત્રને પ્રધાન માની તેમાં તત્વ શ્રદ્ધાની થવું તે આજ્ઞાસભ્યત્વ છે. સમ્યક્ત્વઘાતક મેહકર્મની શાંતિ થવાથી શાસ્ત્રાભ્યાસ વિનાજ બાહ્યાભંતર પરિગ્રહથી સર્વથા રહિત નિગ્રંથ
માર્ગ જ કલ્યાણકારી છે એમ મોક્ષમાર્ગને સારા માનવા - લાગે તે માર્ગ સભ્યત્વ છે.
આગમરૂપ સમુદ્રનું અગાધ જ્ઞાન જેના હૃદયમાં પ્રસરી ચુકયું છે એવા આચાર્યોના, તીર્થકરાદિ ઉત્કૃષ્ટ પુરુષના પુરાણના ઉપગથી ઉત્પન્ન થયેલ સમ્યગ્દર્શન તેને ઉપદેશસમ્યકત કહે છે.