________________
(૪) મુનિઓની ચારિત્રવિધિ બતાવવાવાળાં આચારસૂત્રને
સાંભળી ભલા પ્રકારે સૂત્રદષ્ટિથી શ્રદ્ધાન ઉત્પન્ન થવું તે ' સૂત્રસમ્યકત્વ છે. (૫) ગણિતજ્ઞાન માટે જે નિયમ કરવામાં આવેલ છે તેમાંથી
કોઈ નિયમોને જાણવાથી તથા મેહનીયકર્મની સાતિશય ઉપશાંતિ પ્રાપ્ત થતાં કરણાનુગના ગહન પદાર્થોને સમજી
જે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું તેને બીજસમ્યકત્વ કહે છે. (૬) જીવાદિ પદાર્થોના સંક્ષિપ્ત જ્ઞાન થવાથી જે તત્ત્વમાં
યથાર્થ રુચિ થવી તેને સંક્ષેપસમ્યકત્વ કહે છે. (૭) સર્વ દ્વાદશાંગ વાણી સાંભળીને જે રુચિ ઉત્પન્ન થવી તેને
વિસ્તારસમ્યકત્વ કહે છે. (૮) કેઈપણ પદાર્થના દેખાવા અથવા અનુભવ કરવાથી
અથવા દષ્ટાંત આદિના અનુભવથી જે સમ્યકત્વની ઉત્પત્તિ
થવી તેને અથસમ્યક્ત્વ કહે છે. (૯) બાર અંગ અને અંગબાહ્ય એવા સર્વ શ્રુતજ્ઞાનના પૂર્ણ
અનુભવથી શ્રુતકેવળી અવસ્થા જેમને પ્રાપ્ત થઈ છે તેને જે પદાર્થોમાં ગઢ તવ શ્રદ્ધાન ઉત્પન્ન થયેલ છે તેને
અવગાહસમ્યકત્વ કહે છે. (૧૦) કેવળજ્ઞાનથી જાણેલ પદાર્થોમાં જે અત્યંત દઢ શ્રદ્ધાન ઉત્પન્ન ન થાય છે તેને પરમાગાઢ સમ્યક્ત્વ કહે છે.