________________
૪૭૪
નિર્જરા કરે. એ પ્રમાણે મિથ્યાત્વની સત્તાને નાશ કરે તથા મિશ્રમોહનીયના પરમાણુઓને સમ્યકત્વમેહનીય રૂપે પરિણાવે વા તેની નિર્જરા કરે, એ પ્રમાણે મિશ્રમેહનીયનો પણ નાશ કરે. વળી સમ્યક્ત્વમેહનીયના નિષેકે ઉદયમાં આવી ખરી જાય તથા જે તેની સ્થિતિ ઘણી હોય તે તેને સ્થિતિકાંડાદિક વડે ઘટાડે, અને જ્યારે અંતર્મુહૂર્ત સ્થિતિ બાકી રહે ત્યારે તે કૃતકૃત્યદક સમ્યગ્દષ્ટિ થાય છે અને અનુક્રમથી એ નિષેકને પણ નાશ કરી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ થાય છે.
મિથ્યાત્વની ત્રણે પ્રકૃતિઓના સર્વ નિષેકે પૂર્વોક્ત પ્રકારે સર્વથા નાશ કરે છે અને અનંતાનુબંધીનું વિસર્જન કરે છે. સાયિક સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વને નાશ હોવાથી કદી પણ મિથ્યાત્વમાં આવતા નથી તેથી તેને અનંતાનુબંધીની સત્તા કદી પણ રહેતી નથી. પ્રતિપક્ષ કર્મના અભાવથી આ સમ્યકૃત્વ નિર્મળ છે અને અનંતાનુબંધીના અભાવથી એક દેશ વીતરાગ છે. વળી આ સમ્યકત્વને નાશ કદી થતો નથી પણ જ્યાંથી તે ઉત્પન્ન થાય ત્યાંથી સિદ્ધ અવસ્થા સુધી તેને સદ્ભાવ રહે છે. ક્ષાયિક સમ્યકૃત્વમાં આત્માને અત્યંત નિર્મળ તત્ત્વાર્થ શ્રદ્ધાન થાય છે. ક્ષયપશમ સમ્યગ્દષ્ટિને ચતુર્થાદિ ચાર ગુણસ્થાનમાં કઈ ઠેકાણે ક્ષાયક સભ્યત્વ ની પ્રાપ્તિ થાય છે. વિવેચન - સમ્યકત્વના વિષયમાં આચાર્યોમાં ઘણા મતભેદ મલે છે. અહીં અમે તેનું કિંચિત માત્ર વિવરણ યથાશકિત કરેલ છે. તેમાં શું સત્ય છે કે અસત્ય છે, તેને નિર્ણય કરવાને અમને અધિકાર નથી; તેમજ અમારા જ્ઞાનને વિષય નથી. તે પ્રશ્ન