________________
GO
દ નમાહનીયની પ્રકૃતિને ક્ષય કરી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ થઈ ક્ષપકશ્રેણિ ચડી શકે છે. દ્વિતીયેાપશમ સભ્યષ્ટિને સત્તામાં ૧૪૨ પ્રકૃતિએ હોય છે પણ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ઉપશમ શ્રેણિવાળાને ૧૩૯ ની સત્તા હૈાય છે અને ક્ષપક શ્રેણિવાળાને ૧૩૮ ની સત્તા રહે છે.
પ્રથમ પરામ સમ્યક્ત્વમાં મતભેદ
અનાદિ મિથ્યાદષ્ટિ એ જે પ્રથમ વાર સમ્યક્ત્વને લાભ કરેલ છે તે પ્રથમાપશમ સમ્યકત્વના કાળ પૂર્ણ થતાં સાસાની થઈ મિથ્યાત્વને પ્રાપ્ત થાય છે એવા નિયમ છે અર્થાત તે નિયમથી મિથ્યાદૃષ્ટિ થાય છે. તેને પાંચ પ્રકૃતિના ઉપશમ ડાય છે. (ચાર અનંતાનુબંધી અને એક મિથ્યાત્વ મળી પાંચ પ્રકૃતિએ) તે જીવને ફરી સમ્યક્ત્વની પ્રાપ્તિ અસંખ્યાત વની આયુમાં (સંભવ) બતાવી છે તેનું કારણ એ છે કે, સંખ્યાત વષઁની આયુષ્યવાળા જીવને એક ભવમાં એકજ વાર પ્રથમાપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તે જીવ મિથ્યાત્વમાં આવ્યા બાદ સમ્યકત્યપ્રકૃતિ અને સભ્યમિથ્યાત્વ પ્રકૃતિની ઉર્દૂલન ઘાતરૂપ ક્રિયા કરવી પડે છે. જેમાં તેને પલ્પ ( અદ્ધાપલ્ય ) ના અસખ્યાતમા ભાગ (અસખ્યાત વર્ષ) સમય લાગે છે. જ્યાં સુધી તે આ ઉદ્દેશન ક્રિયા કરીને મિથ્યાત્વ અને મિશ્રપ્રકૃતિની સ્થિતિને સાગરોપમ પૃથકત્વથી ઓછી નથી કરતા ત્યાં સુધી તે જીવને ફરી ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. ( જીએ ધવલા ખંડ પ પૃષ્ટ ૮ તથા ગત્યાગતિ ચૂલિકા સૂત્ર ૬૬–૭૩ પૃષ્ટ ૪૪૪-૪૪૫ વિશેષાર્થ )